Not Set/ તારક મહેતાના ‘ગોગી’ ઉર્ફે સમય શાહ સાથેના EXCLUSIVE ઈન્ટરવ્યુમાં ખૂલ્યા આ સિક્રેટ..

એવું પાત્ર જે શરૂઆતથી આ શૉ સાથે સંકળાયેલું છે, તેવા ગોલી ઉર્ફે સમય શાહે દીલ ખોલીને મંતવ્ય સાથે ખાસ વાતચીત કરી.

Mantavya Exclusive Entertainment
go2 તારક મહેતાના 'ગોગી' ઉર્ફે સમય શાહ સાથેના EXCLUSIVE ઈન્ટરવ્યુમાં ખૂલ્યા આ સિક્રેટ..

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નામ આવતા જ તેના દરેક પાત્રો નજર સમક્ષ તરવરે છે,કદાચ આ પ્રથમ એવી સિરીયલ હશે કે જેના તમામ કેરેક્ટર ખાસ અને લોકપ્રિય છે, આજે આપણે આવા જ એક પાત્રની વાત કરવા જઇ રહ્યા છીએ.

ટેલીવીઝન ચાલી રહ્યુ હોય અને ઓય..બલ્લે..બલ્લે સાંભળીએ એટલે ઘરના કોઇ પણ ખૂણામાં હોઇએ, ખ્યાલ આવી જ જાય કે આ તારક મહેતાના સોઢી કે ગોલીનો અવાજ છે. સીરીયલમાં આ બંને પાત્ર એવા છે, જેમણે ચાહકોના દીલ જીતી લીધા છે. તેમાં પણ જ્યારે ભીડે માસ્ટર એય..છોટા સોઢી થાંભા બોલે તો હાસ્ય રોકવુ મુશ્કેલ થઇ જાય.

મંતવ્ય સાથે ખાસ વાતચીતમાં ગોલી ઉર્ફે સમય શાહે દીલખોલીને ચર્ચા કરી.

રમૂજી અભિનયથી જ ગોગીના પાત્ર માટે થઇ પસંદગી…

GOGI તારક મહેતાના 'ગોગી' ઉર્ફે સમય શાહ સાથેના EXCLUSIVE ઈન્ટરવ્યુમાં ખૂલ્યા આ સિક્રેટ..

 

મૂળ રાજસ્થાન અને ગુજરાતની વચ્ચે આવેલા આરકી ગામનો વતની અને બોમ્બેમાં જ જન્મેલો સમય શાહ, આજે ટેલીવુડની દુનિયામાં ગોલીના નામથી ઘર-ઘરમાં જાણીતો છે. માતા નીમા બેન અને પિતા રાજેન્દ્રભાઇના ત્યાં બે દિકરીઓ નિલમ અને પ્રિયંકા પછી સમયનો જન્મ થયો. ઘરમાં લાડકા હોવાની સાથે સાથે બાળપણથી જ હોંશિયાર સમય દરેક કાર્યમાં નિપુણ હતો.  માત્ર 8 વર્ષની નાની ઉંમરે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલમાં તેના રમૂજી અભિનયથી જ ગોગીના પાત્ર માટે સિલેક્ટ થયો હતો.

આસીત સર હસવા લાગ્યા અને કોન્ટ્રાક્ટ સાઇન થયો:

સિલેક્શનની વાત કરતા સમય કહે છે.. “સિરયલમાં મને આસીત સરે સિલેક્ટ કર્યો હતો, મારા ભાઇ (માસીનો દિકરો) ભવ્ય ગાંધી સાથે અમે કોન્ટ્રાક્ટ સાઇન કરવા પાર્લે ઓફીસે ગયા હતા. મારી મમ્મીએ આસીત સરને કહ્યુ મારો દિકરો પણ છે, તે પણ સારો અભિનય કરી શકે છે. તો સરે મને બોલાવાનું કહ્યું તે સમયે હું ફસ્ટ સ્ટાન્ડર પાસ કરી સેકન્ડ સ્ટાન્ડરમાં આવ્યો હતો. સરે મને ભાઇ (ભવ્ય ગાંધી ઉર્ફે ટપુ)ની સામે જોરથી બોલવાનું કહ્યું, નાનો હતો સ્ક્રીપ્ટની કઇ ખબર નહોતી પણ ટેબલ પર ચઢી ગયો અને બોલવા લાગ્યો. આસીત સર હસવા લાગ્યા બસ પછી તો મે અને ભાઇ બન્નેએ સાથે જ કોન્ટ્રાક્ટ સાઇન કર્યો.”

go4 તારક મહેતાના 'ગોગી' ઉર્ફે સમય શાહ સાથેના EXCLUSIVE ઈન્ટરવ્યુમાં ખૂલ્યા આ સિક્રેટ..

હું મારવાડી છું..

સમયની શાહ સરનેમ જોઇને સામાન્ય રીતે કોઇને પણ લાગતુ હશે કે તે ગુજરાતી છે, અને સીરીયલમાં ગોગીનો અભિનય જોઇને તેને પંજાબી સમજવાની પણ લોકો ભુલ કરી બેસે પરંતુ આ વિશે મંતવ્ય સાથે વાત કરતા તેણે કહ્યુ “હું  મારવાડી છું, મારો જન્મ મુંબઇમાં જ થયો છે અને અહીં જ મોટો થયો હોવાથી હિન્દી ભાષા જ બોલુ છું. સિરીયલમાં પણ મોટાભાગે હિન્દીમાં જ અભિનય કરવાનો હોય છે, હું તેમાં કોમેડી ટચ આપવા માટે ઓય, ક્યા ગલ હૈ, તુસી જેવા શબ્દોનો યુઝ કરૂ છું, અને કોઇ પણ કામ કરો તેમાં તમારે મહેનત તો કરવી જ પડે છે. મારે મારા પાત્રને પરફેક્ટ બનાવવુ હતુ માટે મે પણ તેમાં ઉંડા ઉતરી મહેનત કરી અને બધાને ગોલી બનાવી મનોરંજન પુર્ણ પાડવાનો પ્રયાસ કર્યો. મને લાગે છે કે મારા પાત્રથી મને જેટલો સંતોષ છે, એટલો જ પ્રેમ મારા ચાહકોને પણ ચોક્કસથી હશે. તેમના માટે હું હંમેશા મહેનત કરતો રહીશ.”

g3 તારક મહેતાના 'ગોગી' ઉર્ફે સમય શાહ સાથેના EXCLUSIVE ઈન્ટરવ્યુમાં ખૂલ્યા આ સિક્રેટ..

પરીવારના સપોર્ટ વગર કશુ જ શક્ય નથી:

નાની ઉંમરે અભિનયની દુનિયામાં દસ્તક મારી છે માટે અભ્યાસ સાથે તો કોમ્પ્રોમાઇઝ કરવું જ પડ્યુ હશે, અને પરીવારનો સપોર્ટ કેવો રહ્યો એ વિશે સમય કહે છે, “અભ્યાસમાં કોઇ પણ મુશ્કેલી ઉભી નથી થઇ. કારણ કે સ્કુલ પછી કોલેજ દરેક જગ્યાએ બધા જાણતા હતા કે હું સીરિયલ કરી રહ્યો છું. મારા અભિનયથી પણ બધા ખુશ હતા. માટે મને ક્યારેય કોઇ મુશ્કેલી નથી આવી, સ્કુલમાં પણ ટીચર્સને ખબર હતી તે સમજતા કે અમે બધાને હસાવવાનો પ્રયત્ન કરીએ છીએ, એક સારું કામ કરીએ છીએ. માટે તેમના તરફથી હંમેશા પુરો સર્પોટ રહેતો. જ્યારે પરિવારની વાત કરું તો હું માનું છું કે- પરીવારના સહકાર વિના કોઇ પણ કામ અઘરૂ છે. હું નાનો હતો.. મારા મમ્મી, પપ્પા અને મોટી બે બહેનો બધા પુરો સાથ સહકાર આપતા, અને માત્ર પરિવાર કે સ્કુલ, કોલેજ નહીં પરંતુ આખી ટીમ, આસીત સર બધાના સાથથી જ આજે હું પરફેક્ટ ગોલી બની બધાની સામે આવી શક્યો છું.”

કોરોનાકાળ પરિવારની સાથે પસાર કરેલી સુખદ ક્ષણ:

કોરોનાકાળ વિશે વાત કરતા સમયે થોડી ખુશી.. થોડા ગમ જેવી લાગણી અનુભવતો હતો, “કોરોનાનો કપરો સમય ક્યારેય ભૂલી શકાય તેવો નથી. દેશમાં જે પણ પરિસ્થિતિ  હતી, તે ઘણી જ ખરાબ હતી. તેનાથી ઘણું ડીસ્ટર્બ પણ થવાયું, પરંતુ તે સમયે અમે ઘરમાં જ હતા, હાથ પર કોઇ કામ પણ નહોતું, છતાં આ અનુભવને પણ મે ખુબ એન્જોય કર્યો. કોરોના મહામારીનો સમય માનવતા ઉજાગર થઇ અને જાણી શક્યુ કે, માનવતાનો એક સારો નિયમ છે કે તે દરેક સંજોગોમાં ભળી જાય છે. અને બધાને પોતાના બનાવી લે છે. કોઇ પણ પરિસ્થિતિ હોય માનવતા જોવા મળી જ જાય છે. ઘણી વ્યક્તિએ એકબીજાને સારો સપોર્ટ કર્યો. તો ઘણા લોકોએ સપોર્ટ નથી પણ કર્યો તે સમયમાં દરેકને પોતાના જુદા-જુદા પ્રોબ્લમ હતા. કદાચ તેના કારણે જ સપોર્ટના કરી શક્યા હોય. જો કે કોવિડ સમયે માનવતા જોવા મળી અને આગળ પણ આ રીતે જ બધા સાથે મળીને રહે તેવી પ્રાર્થના કરી રહ્યો છુ. અંગત વાત કરુ તો તે સમય મારા માટે ખુબ જ સારો પસાર થયો. મે ઘણી પુસ્તકો વાંચી, પરીવાર સાથે પહેલા બ્રેકફાસ્ટ કે ડીનર જ કરી શકતો. જ્યારે આ દિવસોમાં પુરો ટાઇમ પરીવારની સાથે રહી શક્યો. એક બે સોફ્ટવેયર પણ બનાવ્યા. અન્ય કામ પણ કર્યા ઓવરઓલ મે આ સમય ખુબ જ સારી રીતે પસાર કર્યો છે.”

g8 તારક મહેતાના 'ગોગી' ઉર્ફે સમય શાહ સાથેના EXCLUSIVE ઈન્ટરવ્યુમાં ખૂલ્યા આ સિક્રેટ..

રીલ લાઇફનું રીયલ પરિવાર:

સીરીયલના અન્ય પાત્રોમાં સૌથી વધારે ઘનિષ્તા કોની સાથે રહે છે.. તે વિશે સમય લાગણી દર્શાવતા કહે છે, “સીરીયલને ઘણા વર્ષો થઇ ગયા, જો થોડો સમય ચાલીને બંધ થઇ ગઇ હોત તો કદાચ એકાદ વ્યક્તિ સાથે જ સારા સબંધો બનાવી શકાય. પરંતુ વર્ષોથી સીરીયલ ચાલે છે, બધા સાથે કામ કરે છે. સીરીયલનો કન્સેપ્ટ જ પરીવારનો છે, માટે અમે કોઇ એક વ્યક્તિ સાથે અંગત બનીને ક્યારેય નથી રહી શક્યા. દરેક વ્યક્તિ સાથે કનેક્ટ છીએ, હવે તો લાઇફ ટાઇમ કનેક્ટ રહીશુ. હું મારા કામને એન્જોય કરૂ છું. બધા જ એકબીજાના સાથ-સહકારથી કામ કરે છે. હા પરીવાર છે ઘણીવાર ઉપર-નીચે થઇ જાય તો પણ થોડી ક્ષણો પછી બધા સાથે જ હોય છે. અમે બધા ખુબ જ એન્જોય સાથે અભિનય કરી રહ્યા છીએ. રીલ લાઇફમાં જોવા મળતુ પરીવાર અમને રીયલ લાઇફનો પણ અનુભવ કરાવે છે.”

g5 તારક મહેતાના 'ગોગી' ઉર્ફે સમય શાહ સાથેના EXCLUSIVE ઈન્ટરવ્યુમાં ખૂલ્યા આ સિક્રેટ..

હું સેલ્ફ પ્રેઝન્ટ સારું કરી શકું છું:

સિરીયલમાં રમૂજી પાત્ર નિભાવતા ગોગીને રીયલ લાઇફમાં રાઇટીંગનો ખુબ જ શોખ છે. તેની માટે લખવુ એટલે પ્રિય કામ છે, સમય કહે છે, “મને એવી વાત લખવી ગમે છે, જે લોકો સમજી શકે, બ્લોગ લખવાનું સારૂ લાગે છે, હું સેલ્ફ પ્રેઝન્ટ સારૂ કરી શકુ છું, આગળ જઇને શુ કરીશ તેની તો મને જાણ નથી, પણ હા હું હંમેશા લખતો રહીશ.”

જિંદગી સાથે રમવું વધુ પસંદ છે:

કઈ રમત વધુ પસંદ છે એ વિશે વાત કરતા સમય થોડું હસીને કહે છે, “આમ તો મને જીવન સાથે રમવું વધારે પસંદ છે. પરંતુ જો પસંદગીની વાત કરૂ તો ક્રિકેટ વધુ સારી લાગે છે. ઉપરાંત ફૂટબોલ, ટેબલ ટેનીસ પણ ગમે છે. એમ કહી શકુ હું દરેક ગેમ જોવાનું પસંદ કરૂ છું. અત્યારે પણ ઓલિમ્પિક જોવુ છું.”

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલને દાયકા કરતા પણ વધારે ટાઇમ થઇ ગયો છે. સમય અભિનયની સાથે ટી.વાય બીએમએમનો કોર્સ કરી રહ્યો છે. અને એન્ટરટેન્ટની દુનિયામાં પણ ગોગીના નામથી લોકપ્રિય છે.