વલસાડ/ દુલ્હન લેવા પહોંચેલા જાનૈયાઓ દુલ્હા સહિત પહોંચ્યા પોલીસ સ્ટેશન, જાણો શું છે મામલો

વલસાડ શહેરમાં દુલ્હા અને દુલ્હનને લગ્નની પહેલી રાતે જ પોલીસ સ્ટેશન પહોંચવુ પડ્યુ હતું. લોકડાઉન ભંગના કેસમાં વલસાડ શહેર પોલીસે દુલ્હા દુલ્હન સહિત જાનૈયાઓને પણ પકડ્યા હતા.

Gujarat Others
દુલ્હન

હાલ સમગ્ર દેશમાં લગ્નની સિઝન ચાલી રહી છે. તો સાથે સાથે કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. કારણે રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કરફ્યુ લગાવવામાં આવ્યો છે. ત્યારે આવામાં વલસાડ જિલ્લામાં પણ રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે, પરંતુ અનેક લોકો રાત્રિ કરફ્યૂનો ભંગ કરી રહ્યા છે. રાજ્યમાં લગ્નની સિઝન હોવાથી રાત્રિ કરફ્યૂનો પણ ભંગ કરવામાં આવતો હોવાના કિસ્સો સામે આવી રહી છે. ત્યારે આવામાં રાત્રિ કરફ્યૂ દરમિયાન વલસાડ શહેરમાં લગ્ન કરવા જવું જાનૈયાઓ ભારે પડ્યું છે. રાત્રિ કરફ્યુ ભંગમાં એક દુલ્હન અને દુલ્હાને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

આ પણ વાંચો : પંચમહાલમાં જ્યાં ઉઠાવાની હતી ડોલી ત્યાં થયું એવું કે દુલ્હનની ઉઠી અર્થી…

આપને જણાવી દઈએ કે, સોમવારે રાત્રિ કરફ્યૂના ભંગની કામગીરીમાં 33 નાગરિકો પકડાયા છે. જેમાં એક નવદંપતીનો પણ સમાવેશ થયો હતો. અને રાત્રિ કરફ્યુ ભંગમાં એક દુલ્હન અને દુલ્હાને પણ પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા પડ્યા છે.

સોમવારે મોડી રાત્રિ એ વલસાડ શહેરમાં દુલ્હા અને દુલ્હનને લગ્નની પહેલી રાતે જ પોલીસ સ્ટેશન પહોંચવુ પડ્યુ હતું. લોકડાઉન ભંગના કેસમાં વલસાડ શહેર પોલીસે દુલ્હા દુલ્હન સહિત જાનૈયાઓને પણ પકડ્યા હતા. તમામને વલસાડ પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો :અમદાવાદમાં તાપમાનનો પારો ગગડ્યો, લોકોએ હાડ થીજવતી ઠંડીનો કર્યો અહેસાસ

આ પણ વાંચો :યુનિવર્સિટીની પરીક્ષામાં વિદ્યાર્થીએ રસીના બંને ડોઝ લીધા હશે તો જ એક્ઝામમાં પ્રવેશ મળશે

આ પણ વાંચો :સુરેન્દ્રનગર દૂધરેજ નજીક કેનાલ પર પસાર થતા પુલ પર છ ફૂટના ગાબડાથી ટ્રાફિક જામ

આ પણ વાંચો :લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું “સી.ડી.એસ. બિપીન રાવત અન્ડરબ્રિજ” નામકરણની જાહેરાત કરતા માન. મુખ્યમંત્રી