Not Set/ Exitt Poll : કોની બનશે સરકાર, કઇ પાર્ટીને મળશે કેટલી બેઠક, જાણો થોડી ક્ષણોમાં

લોકસભાની ચૂંટણીનો અંતિમ તબક્કો હવે પૂર્ણ થઇ ગયો છે ત્યારે દેશની જનતાને ચૂંટણીનાં પરીણામો 23 મે નાં રોજ જાણવા મળશે. પરંતુ પરીણામ પહેલા કોની બનશે સરકાર, કોને મળશે કેટલી બેઠકો, શું ફરી બનશે મોદી સરકાર, તે થોડા સમયમાં આપ એગ્ઝિટ પોલ દ્વારા જાણી શકશો. આ એક્ઝિટ પોલમાં મતદારોનાં વલણ મુજબ સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે […]

India
EP1 Exitt Poll : કોની બનશે સરકાર, કઇ પાર્ટીને મળશે કેટલી બેઠક, જાણો થોડી ક્ષણોમાં

લોકસભાની ચૂંટણીનો અંતિમ તબક્કો હવે પૂર્ણ થઇ ગયો છે ત્યારે દેશની જનતાને ચૂંટણીનાં પરીણામો 23 મે નાં રોજ જાણવા મળશે. પરંતુ પરીણામ પહેલા કોની બનશે સરકાર, કોને મળશે કેટલી બેઠકો, શું ફરી બનશે મોદી સરકાર, તે થોડા સમયમાં આપ એગ્ઝિટ પોલ દ્વારા જાણી શકશો. આ એક્ઝિટ પોલમાં મતદારોનાં વલણ મુજબ સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આ વખતે દેશમાં કઇ પાર્ટીને કેટલી બેઠકો મળી શકે છે.

images Exitt Poll : કોની બનશે સરકાર, કઇ પાર્ટીને મળશે કેટલી બેઠક, જાણો થોડી ક્ષણોમાં

2014માં ભાજપને મળ્યા હતા આટલા ટકા વોટ

ભાજપ 2014ની ચૂંટણીમાં માત્ર 31.00% વોટ સાથે જીતી હતી, જે આઝાદી બાદ ભારતમાં બહુમતીવાળી સરકાર બનાવવા માટે પાર્ટીનો સૌથી ઓછો હિસ્સો છે. પરંતુ જો NDAની વાત કરવામાં આવે તો તેનો વોટ હિસ્સો 38.5 ટકા હતો. 1984ની સામાન્ય ચૂંટણી બાદ ભાજપ અને તેના સહયોગીઓએ સૌથી મોટી બહુમતવાલી સરકાર બનાવવાનો અધિકાર જીત્યો હતો.

15220415395c93adfe7ac0f0.44425577 Exitt Poll : કોની બનશે સરકાર, કઇ પાર્ટીને મળશે કેટલી બેઠક, જાણો થોડી ક્ષણોમાં

Exit Poll સાચા સાબિત થાય છે ખરા?

લોકસભાની ચૂંટણી હવે પૂર્ણ થઇ ગઇ છે, ત્યારે દરેક Exit Pollને લઇને સવાલ કરતા હોય છે કે શું Exit Poll સાચા સાબિત થઇ શકે છે ખરા? આપને જમાવી દઇએ કે, Exit Poll હંમેશા સાચા સાબિત થાય તેવુ શક્ય નથી. ઘણીવાર તે ખોટા પણ સાબિત થતા હોય છે. જેનુ મુખ્ય કારણ મતદાનનાં દિવસે ભેગા કરવામા આવેલા ડેટા. મતદાનનાં દિવસે જ્યારે કોઇ એક વોટર સાથે વાત કરવામાં આવે છે, તે સમયે બધા વોટરોને પુછવુ શક્ય નથી, જેથી માત્ર અંદાજો જ લગાવી શકાય કે કઇ પાર્ટીને વધુ કે ઓછી બેઠકો મળશે.