હવામાન/ રાજ્યમાં ફુલગુલાબી ઠંડીનો અનુભવ, હજુ વધશે ઠંડીનુ પ્રમાણ

રાજ્ય માં સવાર ના સમયે હવે ફુલગુલાબી ઠંડી નો આહલાદક અનુભવ થઈ રહ્યો છે લોકો વહેલી સવારે ઉઠીને માસ્ક લગાવી જોગિંગ અને વોકિંગ માટે નીકળી પડે છે અને ખુશનુમા સવાર ના કુદરતી આહલાદક વાતાવરણ ને માણી રહ્યા છે.

Gujarat
sss રાજ્યમાં ફુલગુલાબી ઠંડીનો અનુભવ, હજુ વધશે ઠંડીનુ પ્રમાણ

રાજ્ય માં સવાર ના સમયે હવે ફુલગુલાબી ઠંડી નો આહલાદક અનુભવ થઈ રહ્યો છે લોકો વહેલી સવારે ઉઠીને માસ્ક લગાવી જોગિંગ અને વોકિંગ માટે નીકળી પડે છે અને ખુશનુમા સવાર ના કુદરતી આહલાદક વાતાવરણ ને માણી રહ્યા છે.  નોંધપાત્ર છે કે ગુજરાત રાજ્યના તાપમાનમાં ઘટાડો થવાથી લોકોને રાત્રીએ અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.

હજુ પણ આગામી દિવસમાં ઠંડીનું પ્રમાણ વધશે

સમગ્ર રાજ્યમાં ઉત્તર પૂર્વિય દિશા તરફથી ઠંડા અને સુકા પવન ફૂંકવાની શરૂઆત થઇ ચૂકી છે. જેના કારણે રાજ્યમાં ધીરે ધીરે ઠંડી જમાવટ કરી રહી છે. જોકે, રાજ્યમાં 15 નવેમ્બરથી શિયાળાની ઋતુની સત્તાવાર શરૂઆત થશે જ્યારે 22 ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી છે.

જાન્યુઆરી મહિનામાં રેકોડ બ્રેક ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કેટલાક ભાગોમાં લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે. નલિયામાં 5 ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતા છે. બનાસકાંઠાના કેટલાક ભાગોમાં પણ 5 ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતા રહેશે. આબુમાં શૂન્ય ડિગ્રીથી નીચે તાપમાન જવાની શક્યતા છે. ગુજરાતમાં ધુમ્મસનું પ્રમાણ વધશે. 18-19- 29 ડિસેમ્બરમાં પણ જોરદાર ઠંડીનો ચમકારો રહશે.