4 terrorists/ આતંકવાદીઓના કેસમાં ઘટસ્ફોટઃ પકડાયેલા આતંકવાદીનો પિતા અંડરવર્લ્ડ ડોન

આંતકવાદીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે એક આતંકવાદીનો પિતા પોતે જ અંડરવર્લ્ડ ડોન છે. તેના પગલે તેની શ્રીલંકામાં ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં પકડાયેલા આતંકવાદીઓ સાથે ઘરોબો ધરાવનારાઓની હવે શ્રીલંકામાં સઘન પૂછપરછ થઈ રહી છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 66 1 આતંકવાદીઓના કેસમાં ઘટસ્ફોટઃ પકડાયેલા આતંકવાદીનો પિતા અંડરવર્લ્ડ ડોન

અમદાવાદઃ ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી આઇએસઆઇએસના 4 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેય આતંકવાદી કોલંબોથી આવ્યા હતા અને શ્રીલંકાના નાગરિક હોવાનું ખૂલ્યું છે. આ આંતકવાદીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે એક આતંકવાદીનો પિતા પોતે જ અંડરવર્લ્ડ ડોન છે. તેના પગલે તેની શ્રીલંકામાં ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં પકડાયેલા આતંકવાદીઓ સાથે ઘરોબો ધરાવનારાઓની હવે શ્રીલંકામાં સઘન પૂછપરછ થઈ રહી છે.

ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા 4 આતંકીઓના કેસમાં તપાસ તેજ કરાઈ છે અને શ્રીલંકામાંથી 44 વર્ષીય એક શખ્સની ધરપકડ કરાઈ હોવાની માહિતી મળી છે. શ્રીલંકા ટેરરિઝમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલા 4 આતંકી પૈકી એક આતંકીનો પિતા શ્રીલંકામાં અન્ડરવર્લ્ડ ડોન હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.

ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલ આતંકીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આઇએસઆઇએસ ના ચાર આતંકીઓ પૈકી એક મહોમ્મદ નફરાનનો પિતા શ્રીલંકામાં અન્ડરવર્લ્ડ ડોન હતો. મહોમ્મદ નફરાનનો પિતા નિયાસ નૌફર શ્રીલંકામાં ‘પોટટ્ટા નૌફર’ તરીકે ઓળખાતો હતો. નિયાસ નૌફરે હાઈકોર્ટના જજ સરથ અંબેપિટીયાની હત્યા કરી હતી. આ ગુનામાં નિયાસ નૌફરને વર્ષ 2004 માં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. આંતકીઓની પૂછપરછમાં વધુ મોટા ખુલાસા થાય તેવી વકી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારતમાં આ વર્ષની ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ, હવામાનની પેટર્નમાં થયો બદલાવ

આ પણ વાંચો: મુસ્લિમ આરક્ષણ પર સંઘર્ષ, CM યોગીએ કલકત્તા હાઈકોર્ટના મુસ્લિમોના OBC ક્વોટા રદ કર્યાના નિર્ણયને આવકાર્યો

આ પણ વાંચો:અંબાલાથી વૈષ્ણોદેવીના દર્શન જતી મીની બસનો થયો ભયંકર અકસ્માત, 7ના મોત અને 20 ઘાયલ