Blast/ દિલ્હીમાં બ્લાસ્ટ, ઇઝરાયેલ એલચી કચેરી પાસે IED બ્લાસ્ટ

દિલ્હીમાં બ્લાસ્ટ, ઇઝરાયેલ એલચી કચેરી પાસે IED બ્લાસ્ટ

Top Stories India
મમતા બેનર્જી 12 દિલ્હીમાં બ્લાસ્ટ, ઇઝરાયેલ એલચી કચેરી પાસે IED બ્લાસ્ટ

દિલ્હીમાં ઇઝરાયેલ એલચી કચેરી પાસે IED બ્લાસ્ટ થયાના સચ્માચાર મળી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં ઇઝરાયલી દૂતાવાસમાં થયેલા વિસ્ફોટોથી થોડા સમય માટે અફરાતફરી સર્જાઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ નજીવો હતો અને તેમાં કોઈને ઈજા થઈ નથી. બ્લાસ્ટને કારણે ચાર-પાંચ કારને નુકસાન થયું છે.

દિલ્હી પોલીસે ની સ્પેશિયલ સેલની ટીમ પણ અત્યારે હાલ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે પ્રાથમિક માહિતી દિલ્હી પોલીસ દ્વારા મળી રહી છે જેમાં કોઈ પણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાના સમાચાર નથી દિલ્હી પોલીસ દ્વારા બ્લાસ્ટ ના સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ અગ્નિ વિભાગને સાંજે 5:11 વાગ્યે અબ્દુલ કલામ રોડ પર વિસ્ફોટની માહિતી મળી હતી.  માહિતી મળતાની સાથે જ ત્રણ ફાયરસેન્ડરો અને દિલ્હી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વિસ્ફોટને કારણે નજીકના ફોર-વ્હીલર્સના કાચ તૂટી ગયા છે. નોંધપાત્ર વાત એ છે કે ફેબ્રુઆરી 2012 માં થયેલા બ્લાસ્ટમાં ઇઝરાઇલી રાજદૂતની કારને નુકસાન થયું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો