Not Set/ અરવલ્લી/ ઈયળના ઉપદ્રવથી, કપાસના ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન

કમોસમી વરસાદને લઈને ખેડૂતોના ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ છે. ત્યારે અરવલ્લી જીલ્લામાં કપાસના પાકમાં બીજા તબક્કામાં ગુલાબી ઈયળના ઉપદ્રવથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઈયળ કપાસના પાકને કોરી ખાતા ઉત્પાદન ઉપર અસર થતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા હતા. ખેડૂતોએ જીલ્લામાં કુલ ૨ લાખ હેક્ટર જમીનમાં બાજરી, મકાઈ, કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકોનું વાવેતર કર્યું […]

Gujarat Others
13 11 2019 emperor qianlong 19751748 1 અરવલ્લી/ ઈયળના ઉપદ્રવથી, કપાસના ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન

કમોસમી વરસાદને લઈને ખેડૂતોના ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ છે. ત્યારે અરવલ્લી જીલ્લામાં કપાસના પાકમાં બીજા તબક્કામાં ગુલાબી ઈયળના ઉપદ્રવથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ઈયળ કપાસના પાકને કોરી ખાતા ઉત્પાદન ઉપર અસર થતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા હતા. ખેડૂતોએ જીલ્લામાં કુલ ૨ લાખ હેક્ટર જમીનમાં બાજરી, મકાઈ, કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકોનું વાવેતર કર્યું હતું. જે પૈકી સૌથી વધુ બીજા ૩૫ હજાર હેક્ટર જમીનમાં કપાસના પાકનું વાવેતર થયું હતું. તો કપાસના પાકમાં ઈયળનો ઉપદ્રવ વધતા કપાસના ઉત્પાદનમાં સૌથી વધુ ધટાડો નોંધાયો છે

અરવલ્લી જીલ્લામાં વાવેતર બાદ સતત વરસેલા ૧૩૦ ટકા જેટલા વરસાદના પગલે શરૂઆત થી જ કપાસના પાકમાં ફલાવરીંગ ખરી પડવાના કારણે નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો. સામાન્ય રીતે કપાસના પાકની ખેતી છ મહિનાની માનવામાં આવે છે જે સમય ગાળા દરમિયાન કપાસના પાકમાં ચાર થી પાંચ વખત ફલાવરીંગ આવતું હોય છે ત્યારે પ્રથમ વખતનું ફલાવરીંગ નિષ્ફળ જવા બાદ હવે બીજા તબક્કાના ફ્લાવારીન્ગનો સમય આવ્યો છે. બીજા સમયના ફલાવરીંગ સમયે ભિલોડા તાલુકાના વાસેરા કમ્પા, સુનોખ ગડાદર ,મોડાસાના ઇસરોલ , મદાપુર કમ્પા, ધનસુરા તાલુકાના આકરુન્દ પંથકમાં હાલ કપાસના પાકમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ થતા ઈયળ કપાસના જીન્ડવા માં  દાખલ થઇ જીન્ડવા કોરી ખાય છે,  જેના કારણે કપાસનું ઉત્પાદન મળી શકે તેમ નથી.

કુદરતી આફતના પગલે ખડૂત પરેશાન થયો છે પહેલા અતિવૃષ્ટિ અને ત્યારબાદ સતત બદલાતા હવામાનને કારણે ખેડૂત પાયમાલ થવાના આરે છે સરકાર પાકવીમાના નામે લોલીપોપ આપી કોઈ નક્કર પગલાં નહિ ભરતા  ખેડૂત નારાજ જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.