Beauty Tips/ મોંઘી આઈ ક્રીમ પર ખર્ચ કરતા પહેલા અજમાવો ડાર્ક સર્કલ માટે ઘરગથ્થુ ઉપાયો…

વાસ્તવમાં ડાર્ક સર્કલ (Dark Circle)નું કારણ ઊંઘની કમી, તણાવ, ડિહાઈડ્રેશન, એલર્જી, વધતી વય અથવા આનુવંશિક કારણો પણ હોઈ શકે છે…

Trending Tips & Tricks Fashion & Beauty Lifestyle
Dark Circle...આંખોની નીચે કાળા કુંડાળા દૂર કરવાની Effective Tips!

Beauty Tips: ચહેરો કેટલોય ફ્રેશ, ગ્લોઈંગ અને ખીલેલો કેમ નજરે ન પડે પરંતુ જો આંખોની નીચે ડાર્ક સર્કલ અર્થાત્ કાળા કુંડાળા (Dark Circle) હોય તો આનાથી ચહેરાની ખૂબસૂરતી ફિક્કી પડી શકે છે. ઘણી વાર સારી ઊંઘ લેવા અને સ્કિન કેર કરવા છતાંયે આંખોની નીચે કાળા કુંડાળા ઘેરાયેલા જોવા મળે છે. એમને છુપાવવા માટે લોકો મોંઘી આઈ ક્રીમ અને બ્યૂટી પ્રોડક્ટ્સ પર પૈસા ખર્ચવા લાગે છે.

પણ શું તમે જાણો છો કે કેટલાક સરળ ઘરગથ્થુ ઉપાયોથી અને દરરોજની આદતોમાં પરિવર્તન કરવાથી પણ આંખોની આસપાસની ત્વચા (Skin)ને બહેતર દેખાવામાં મદદ મળી શકે છે? વાસ્તવમાં ડાર્ક સર્કલનું કારણ ઊંઘની કમી, તણાવ, ડિહાઈડ્રેશન, એલર્જી, વધતી વય અથવા આનુવંશિક કારણો પણ હોઈ શકે છે. આ સંજોગોમાં માત્ર ક્રીમ લગાવવાથી જ સમસ્યા દૂર થાય એ જરુરી નથી. તો ચાલો જાણીએ કેટલાક સરળ નુસખા જેમને તમે ઘરે બેઠા અપનાવી શકો છો અને આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.

ડાર્ક સર્કલ ઓછા કરવાના ઘરગથ્થુ ઉપાયો (Dark Circle Remedies)

વાસ્તવમાં ડાર્ક સર્કલનું કારણ ઊંઘની કમી, તણાવ, ડિહાઈડ્રેશન, એલર્જી, વધતી વય અથવા આનુવંશિક કારણો પણ હોઈ શકે છે. શું તમે જાણો છો કે કેટલાક સરળ ઘરગથ્થુ ઉપાયોથી અને દરરોજની આદતોમાં પરિવર્તન કરવાથી પણ આંખોની આસપાસની ત્વચા (Skin)ને બહેતર દેખાવામાં મદદ મળી શકે છે? ચાલો જાણીએ કેટલાક સરળ નુસખા જેમને તમે ઘરે બેઠા અપનાવી શકો છો અને આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.

Dark Circle- આંખે ઠંડો શેક કરવો
Dark Circle- આંખે ઠંડો શેક કરવો

1. ઠંડો શેક કરવો

આંખોની નીચે સોજા અને થાકને કારણે આ કાળા કુંડાળા (Dark Circle) દેખાય છે. આ સંજોગોમાં ઠંડો શેક લેવાથી થોડી રાહત મળી શકે છે. આ માટે સ્વચ્છ કપડાને ઠંડા બરફના પાણીમાં ભીંજાવીને બંધ આંખો પર 5-10 મિનિટ સુધી રાખવું. તમે ઈચ્છો તો ઠંડી ચમચી પણ વાપરી શકો છો. બરફને સીધો જ સ્કિન પર ન લગાવવો.

2. ખીરા કાકડીના ટુકડા રાખવા

ખીરા કાકડી (Cucumber)માં પાણીની માત્રા સારી એવી હોય છે અને એની ઠંડક આંખોની આસપાસની ત્વચાને તરોતાજા મહેસૂસ કરાવી શકે છે. ખીરા કાકડીને થોડી વાર ફ્રિઝમાં ઠંડી કરવી અને પછી એની સ્લાઈઝ કરીને બંધ આંખો પર 10-15 મિનિટ સુધી રાખવી. આનાથી ટેમ્પરરી સોજા અને થાક ઓછા નજરે ચડે છે.

3. ઠંડી ગ્રીન ટી બેગ્સનો ઉપયોગ કરવો

ગ્રીન ટીમાં કેફીન અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. ઠંડી ટી બેગ્સ (Tea Bags) આંખોની આસપાસના સોજા ઓછા દેખાવામાં મદદ કરી શકે છે. વપરાશ બાદ ટી બેગ્સને ઠંડી કરીને બંધ આંખો પર આશરે 20 મિનિટ સુધી રાખી શકો છો. ધ્યાન રાખવું કે ટી બેગ્સથી આંખોમાં બળતરા ન થાય!

Dark Circle - એલોવેરા જેલથી ત્વચાને મૉઇશ્ચરાઈઝ કરો
Dark Circle – એલોવેરા જેલથી ત્વચાને મૉઇશ્ચરાઈઝ કરો

4. એલોવેરા જેલથી ત્વચાને મૉઇશ્ચરાઈઝ કરો

એલોવેરા જેલ ત્વચાને કુમાશ આપવામાં મદદરુપ થાય છે. જો તમારી ત્વચાને આનાથી તકલીફ ન હોય તો શુદ્ધ એલોવેરા જેલની ઘણી ઓછી માત્રા આંખોની નીચેની ત્વચા પર લગાવી શકો છો. એને આંખોની અંદર જતા બચાવવી અને બળતરા થાય તો તરત જ ધોઈ લેવી.

5. પૂરતી ઊંઘ લેવી

ઊંઘ પૂરી ન થાય તો પણ ચહેરા પર થાક દેખાઈ શકે છે અને આંખોની નીચે કાળા ઘેરા સર્કલ વધુ નજરે ચડી શકે છે. દરરોજ લગભગ 7 થી 9 કલાકની ઊંઘ લેવાની કોશિશ કરવી. સૂવા અને જાગવાના સમય પણ નિયમિત રાખવા પ્રયાસ કરવો.

6. શરીરમાં પાણીની કમી ન જવા દો

ડિહાઈડ્રેશનથી ત્વચા ડ્રાય અને નિર્જીવ દેખાઈ શકે છે. દિવસભર પૂરતું પાણી પીવું જોઇએ. આ ઉપરાંત, ખીરા કાકડી, સંતરા અને તરબૂચ જેવા પાણીથી ભરપૂર ફળો અને શાકભાજી પણ ડાયેટમાં સામેલ કરી શકો છો.

7. સનસ્ક્રીન લગાવવાનું ન ભૂલવું

તડકામાં વધુપડતા રહેવાથી આંખોની આસપાસનું પિગમેન્ટેશન વધી શકે છે. આથી બહાર નીકળવાના સમયે ચહેરા પર બ્રૉડ-સ્પેક્ટ્રમ સનસ્ક્રીન અવશ્ય લગાવવું. આંખોની આસપાસ વાપરી શકાય એવું સનક્રીન પસંદ કરો અને તડકામાં ગોગલ્સ પણ પહેરવા.


આ પણ વાંચો : ચહેરા પર અચાનક ઉપસી આવેલા ખીલથી છો પરેશાન? નેચરલ ગ્લો માટે અજમાવો આ 3 અસરકારક પાંદડાં

આ પણ વાંચો : ત્વચાને હૅલ્ધી અને ગ્લોઇંગ બનાવવા માટે શું ખાવું? એક્સપર્ટ્સ આ ફૂડને ડાયેટમાં સામેલ કરવાની આપે છે સલાહ!

આ પણ વાંચો : ચિકન પૉક્સના ડાઘ ચહેરા પરથી શી રીતે હટાવવા? જાણીએ એક્સપર્ટ ડૉક્ટર પાસેથી…