Fabian Allen/ SA20 લીગમાં બની હૃદયદ્રાવક ઘટના, બંદૂકની અણી પર સ્ટાર ક્રિકેટર લૂંટાયો

SA20 લીગ હાલમાં દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહી છે. આ લીગમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. SA20 લીગ દરમિયાન એક ખેલાડીને બંદૂકની અણી પર લૂંટવામાં આવ્યો છે.

Trending Sports
Beginners guide to 75 SA20 લીગમાં બની હૃદયદ્રાવક ઘટના, બંદૂકની અણી પર સ્ટાર ક્રિકેટર લૂંટાયો

SA20 લીગ હાલમાં દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહી છે. આ લીગમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. SA20 લીગ દરમિયાન એક ખેલાડીને બંદૂકની અણી પર લૂંટવામાં આવ્યો છે. આ ઘટના જોહાનિસબર્ગની છે. જ્યાં હોટલની બહાર એક 28 વર્ષના ખેલાડીને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ ખેલાડી SA20 લીગમાં પાર્લ રોયલ્સ ટીમનો ભાગ છે.

આ ખેલાડીને ગન પોઈન્ટ પર લૂંટવામાં આવ્યો હતો

જોહાનિસબર્ગમાં આ ઘટનાનો શિકાર વેસ્ટ ઈન્ડિઝનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ફેબિયન એલન બન્યો છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, ફેબિયન એલનને જોહાનિસબર્ગની પ્રખ્યાત સેન્ડટન સન હોટલ પાસે બંદૂકધારી લૂંટારાઓએ રોક્યો હતો અને તેનો ફોન અને બેગ સહિતનો અંગત સામાન બળજબરીથી છીનવી લીધો હતો. પાર્લ રોયલ્સ ટીમ, SA20 લીગ અને ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI) સાથે સંકળાયેલા અનેક સૂત્રોએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. જોકે એલનને કોઈ નુકસાન થયું ન હતું.

ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના ટોચના અધિકારીએ આ માહિતી આપી

ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના એક ટોચના અધિકારીએ ક્રિકબઝને જણાવ્યું કે અમારા મુખ્ય કોચ આન્દ્રે કોલી, જેઓ જમૈકાના પણ છે, ફેબિયનનો સંપર્ક કર્યો. ઓબેડ મેકકોય (Another West Indies player) દ્વારા સંપર્ક સફળતાપૂર્વક સ્થાપિત થયો હતો. તે ઠીક છે. તમને જણાવી દઈએ કે તાજેતરના સમયમાં SA20 ખેલાડીઓ સાથે સંકળાયેલી આ બીજી સુરક્ષા સંબંધિત ઘટના છે.

ફેબિયન એલનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

ફેબિયન એલન વેસ્ટ ઈન્ડિઝ માટે અત્યાર સુધીમાં 20 ODI અને 34 T20 મેચ રમી ચૂક્યો છે. આ 20 વનડેમાં તેને  200 રન બનાવ્યા છે અને 7 વિકેટ લીધી છે. તે જ સમયે, T20 માં તેણે 267 રન સાથે 24 વિકેટ લીધી છે. ફેબિયન એલન પણ આઈપીએલમાં રમી ચૂક્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:IND vs ENG Test Series 2024/ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ : સ્ટાર ક્રિકેટરોના સ્થાને કોને મળશે સ્થાન, BCCIએ આપ્યા સંકેત, સરફરાઝ કે રજત પાટીદાર?

આ પણ વાંચો:Mayank Agarwal/પ્લેનમાં ચડતાની સાથે જ મયંક અગ્રવાલની તબિયત કેમ બગડી? તપાસમાં આ વાત બહાર આવી છે

આ પણ વાંચો:ICC Under 19 World Cup/ભારતે અંડર-19 વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડને 214 રનથી હરાવ્યું,મુશીર ખાનની શાનદાર બેટિંગ