IPL/ ફાફ ડુપ્લેસિસે કર્યો મોટો ખુલાસો, મારો હેતુ CSK ને જીત અપાવવાનો નહતો…

ફાફ ડુ પ્લેસિસે CSK એટલે કે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઘણી વખત તોફાની ઇનિંગ્સ રમી છે અને ચેન્નાઈને IPLનું ટાઇટલ અપાવવામાં મોટી ભૂમિકા ભજવી છે.

Sports
ફાફનો ખુલાસો

ફાફ ડુ પ્લેસિસે CSK એટલે કે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઘણી વખત તોફાની ઇનિંગ્સ રમી છે અને ચેન્નાઈને IPLનું ટાઇટલ અપાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. પરંતુ ફાફ ડુ પ્લેસિસે કોના માટે આટલી મહત્વની ઇંનિંગ્સ રમી, શું ચેન્નાઈ સુપર કિંગ્સ માટે? ના, આ સાઉથ આફ્રિકાનાં બેટ્સમેને કહ્યું કે, તેણે આ ઇંનિંગ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી હતી પરંતુ તેનો હેતુ ચેન્નાઈને જીત અપાવવાનો નહોતો.

ફાફ ડુ પ્લેસિસ

આ પણ વાંચો – IND vs SA / ભારત અને દ.આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટનો બીજો દિવસ વરસાદનાં કારણે ધોવાયો, જાણો આજે કેવુ રહશે વાતાવરણ?

આપને જણાવી દઇએ કે, ફાફ ડુ પ્લેસિસ દક્ષિણ આફ્રિકાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. તેને IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને IPL 2021માં તે બીજા નંબરનો સૌથી વધુ સ્કોરર રહ્યો હતો. તેણે IPL 2021માં 633 રન બનાવ્યા હતા. તે ટૂર્નામેન્ટનો બીજો સૌથી વધુ સ્કોરર રહ્યો હતો. એટલું જ નહીં, તેણે IPL 2021નાં સૌથી વધુ સ્કોરર ઋતુરાજ ગાયકવાડ કરતા માત્ર બે રન ઓછા બનાવ્યા હતા. ફાફ ડુ પ્લેસિસે ઋતુરાજ ગાયકવાડ સાથે બનાવેલી ઓપનિંગ ભાગીદારીએ ચેન્નાઈને IPL જીતવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આટલું જ નહીં IPL 2021ની ફાઈનલ મેચમાં ફાફ ડુ પ્લેસિસે 59 બોલમાં 86 રન બનાવ્યા હતા.

ફાફ ડુ પ્લેસિસ

આ પણ વાંચો – Cricket / ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી અને રન બનાવનાર આ ખેલાડી તેની કારકિર્દીમાં માત્ર એક જ વખત થયો સ્ટમ્પ આઉટ

તાજેતરમાં, સાઉથ આફ્રિકામાં એક કાર્યક્રમમાં ફાફ ડુ પ્લેસિસે કહ્યું હતું કે, તેનો ઉદ્દેશ્ય સીએસએ (CSA) એટલે કે ક્રિકેટ દક્ષિણ આફ્રિકાને બતાવવાનો હતો કે તે કેટલો સારો ખેલાડી છે. ફાફ ડુપ્લેસિસે કહ્યું કે, તેણે શરૂઆતથી જ IPL 2021નાં ટોપ ત્રણ સ્કોરર્સમાં રહેવાનું લક્ષ્ય બનાવ્યું હતું. જોકે, IPLમાં શાનદાર પ્રદર્શન છતાં ફાફને દક્ષિણ આફ્રિકાની T20 વર્લ્ડકપની ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ચેન્નાઈ દ્વારા ફાફ ડુ પ્લેસિસને રિટેન કરવામાં આવ્યો નથી. હવે IPL 2022 મેગા ઓક્શન યોજાવાની છે. ફાફનાં ચાહકોની નજર ફાફ કઈ ટીમમાં જાય છે તેના પર છે.