સુરત/ નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ, કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવાઓનું કૌભાંડ

સુરતમાંથી નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. વગર પરવાને સુરત ખાતે ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી.

Top Stories Gujarat Surat Breaking News
Beginners guide to 2024 07 03T161614.914 નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ, કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવાઓનું કૌભાંડ

Surat News: સુરતમાંથી નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. વગર પરવાને સુરત ખાતે ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી જેમાં કોસ્મેટિક ની આડમાં એલોપેથિક દવાઓ બનાવતી હોવાનું સામે આવતા ગાંધીનગરની ખોરાક અને ઔષધી નિયમન તંત્રની ટીમે રેડ કરી દવાનો જથ્થો સીલ કરી અને 14 નમૂના લીધા હતા.

સુરત શહેરમાં અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મળી આવતી હોય છે જેમાં કોઈપણ વસ્તુની આડમાં અન્ય વસ્તુ બનાવતી હોવાનું સામે આવતું હોય છે. સુરતમાં નકલી એલોપેથીક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી ફેક્ટરી ચલાવનારા લોકો પાસે કોઈ પણ પ્રકારનો પરવાનો ના હતો.. અને બનાવટી એલોપેથિક દવાનું લેબલ લગાવી ઓનલાઇન વેચાણ કરતા હતા. આ સમગ્ર ઘટના ની બાતમી ગાંધીનગરની ખોરાક અને ઔષધ નિયમન ની ટીમને થતા તાત્કાલિક જ તેમને સુરતમાં ધામાં નાખ્યા હતા અને માંગરોળ તાલુકાના પીપોદરા સ્થિત કહીરા બાયોટેકમાં રેડ કરી હતી ક્યાંથી સરથાણા સ્થિત વીટી સર્કલ પાસે આર જે એન્ટરપ્રાઇઝમાં પણ રેડ કરાઈ હતી.

લિંબાયત ઝોન ની બાજુમાં જ આવેલી આયુસી એન્ટરપ્રાઇઝમાં પણ રેડ કરાઈ હતી જ્યાંથી કોસ્મેટિકના 11 જેટલા નમુના મળી કુલ ૧૪ જેટલા સેમ્પલો લેવામાં આવ્યા હતા અને આ તમામ નમૂના ચકાસણી માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા અને સાથે જ 30 લાખની કિંમતની બનાવટી એ એલોપેથીક દવા અને કોસ્મેટિક નું મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે અત્યાર સુધી કોસ્મેટિક ની આડ માં ઓનલાઈન એલોપેથિક દવાઓ મોકલતા હોવાથી આ તમામ અંગે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને અત્યાર સુધીમાં કેટલી જગ્યાએ અને કોને કોને આ પ્રકારે ડુપ્લીકેટ માલ મોકલવામાં આવ્યો છે અને આ સમગ્ર કાંડમાં કોણ કોણ સામેલ છે તેની તપાસ થાય તો મોટું રેકેટ સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?

આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે

આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો