Not Set/ માંડવી પોલીસ મથકે ફરાદીના તલાટીના પોલીસ પર ખોટા આક્ષેપ, સમગ્ર ઘટના CCTVમાં  કેદ જાણો શું છે સમગ્ર મામલો..

પોલીસે તલાટીને પાઈપ મારી હોવાનો આક્ષેપ પોલીસ સ્ટેશનના CCTV કેમેરાએ પોલ ખોલી તલાટીએ માંડવી પો.સ્ટે.માં જવાનો સાથે કરી હતી માથાકૂટ માંડવી પોલીસે તલાટીના જુઠાણાનો પર્દાફાશ કર્યા પોલીસની કામગીરીમાં અવરોધ માટે નોંધાશે ફરિયાદ કચ્છનાં માંડવીનાં ફરાદી ગામની ઘટના માંડવી પોલીસ મથકમાં ફરાદી ગામના તલાટી કમ મંત્રી પુનશીભાઇ ને બોલાવી ખનીજ ચોરીમાં અને પવન ચક્કીના કામમાં કેટલા […]

Gujarat Others
માંડવી માંડવી પોલીસ મથકે ફરાદીના તલાટીના પોલીસ પર ખોટા આક્ષેપ, સમગ્ર ઘટના CCTVમાં  કેદ જાણો શું છે સમગ્ર મામલો..

પોલીસે તલાટીને પાઈપ મારી હોવાનો આક્ષેપ

પોલીસ સ્ટેશનના CCTV કેમેરાએ પોલ ખોલી

તલાટીએ માંડવી પો.સ્ટે.માં જવાનો સાથે કરી હતી માથાકૂટ

માંડવી પોલીસે તલાટીના જુઠાણાનો પર્દાફાશ કર્યા

પોલીસની કામગીરીમાં અવરોધ માટે નોંધાશે ફરિયાદ

કચ્છનાં માંડવીનાં ફરાદી ગામની ઘટના

માંડવી પોલીસ મથકમાં ફરાદી ગામના તલાટી કમ મંત્રી પુનશીભાઇ ને બોલાવી ખનીજ ચોરીમાં અને પવન ચક્કીના કામમાં કેટલા રૂપિયા મળે છે તેમ પુછતાં પોલીસ કર્મચારીઓ અને તલાટી મંત્રી વચ્ચે હાથાપાઈ થઇ હતી. જેમાં તલાટીને માથાના ભાગે લોકઅપનો સળિયો વાગતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.

તલાટીના આક્ષેપ

ફરદીના તલાટી પુનશીભાઇ નો આક્ષેપ છે કે તેમને પોલીસે પોલીસ મથકમાં બોલાવ્યા હતા.  તલાટીના ક્ષેપ પ્રમાણે પોલીસ કર્મચારીઓએ ગાળા ગાળી કરતાં તેમણે ગાળો બોલવાની ના કહેતા પોલીસ કર્મચારીઓએ હાથા પાઇ ચાલુ કરી દેતાં પોલીસ કર્મચારીઓ અને તલાટી પુનશીભાઇ વચ્ચે ઝપાઝપી થઇ હતી. જેમાં પોલીસ કર્મચારીઓ બળજબરીથી પુનશીભાઇને લોકઅપમાં પૂરવા જતાં લોકઅપનો સળીયો તેમને માથાના ભાગે વાગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પોલીસ મથકે CCTV લાગેલા છે અને તમા આ સમગ્ર ઘટના કેદ થઇ હતી. જેમાં CCTV ફૂટેજને  આધારે પોલીસ પર તલાટીએ લગાવેલા ખોટા આક્ષેપોનો પર્દાફાશ થયો છે.  તલાટી પુનશી ગઢવીએ માંડવી પોલીસ સ્ટેશનમાં જઈ પોલીસ સાથે માથાકૂટ કરી હતી. અને પોતાની જાતે જેલના સળિયામાં માથું પછાડી પોલીસ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમજ પોલીસે માથાના ભાગે લોખડના પાઈપથી ફટકા માર્યાનો પોલીસ પર આક્ષેપો કર્યા હતા. જે બાદ સીસીટીવીની તપાસ કરતા તલાટીની પોલખુલી ગઈ છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે, કે તલાટી પોતે જ જેલના સળિયા સાથે માથુ અથડાવવાના પ્રયાસો કરી રહ્યા છે.  પોલીસ તેમને રોકતી નજરે પડી રહી છે. હવે પોલીસે કામગીરીમાં અવરોધ ઉભો કરવા અને છબી ખરડાવવા તલાટી સામે ફરિયાદ નોંધાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.