અમદાવાદ/ LG હોસ્પિટલમાં બાળક બદલાયું હોવાનો પરિવારજનોએ કર્યો આક્ષેપ, કહ્યું- અમારા બાળકને…

પિપળજ પાસે રહેતા કાળુભાઈ સોલંકી અને તેમના પરિવારજનોએ LG હોસ્પિટલ પર આક્ષેપ કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેમને ત્યાં 6 દિવસ પહેલા બાળકનો જન્મ થયો હતો.

Ahmedabad Gujarat
LG હોસ્પિટલમાં

અમદાવાદની LG હોસ્પિટલમાં બાળક બદલાયું હોવાનો વિવાદ સામે આવ્યો છે.બાળકની સારવાર કરાવવા આવેલા પરિવારે આખા મામલામાં હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે.પરિવારને બાળક મૃત્યુ પામ્યું હોવાનું કહીને સોંપી દેવાતા પરિવારે હોબાળો કર્યો હતો.પરિવારનો દાવો છે કે તેમના બાળકના શરીર પર લાખનું નિશાન ન હતું.તેમનું બાળક શ્યામ રંગનું ન હતું.બાળક કાચની પેટીમાં બદલાવી લેવાયું હોવાનો આક્ષેપ પરિવારે લગાવ્યો.મૃત બાળકને સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસે લઈ જઈ પરિવારે હોબાળો કર્યો હતો.આખરે તંત્રએ તપાસના આદેશ આપી પરિવારને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

પિપળજ પાસે રહેતા કાળુભાઈ સોલંકી અને તેમના પરિવારજનોએ LG હોસ્પિટલ પર આક્ષેપ કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેમને ત્યાં 6 દિવસ પહેલા બાળકનો જન્મ થયો હતો. ઘરે ડિલિવરી કરવામાં આવી હતી. જો કે જન્મ બાદ બાળક સતત રડતું રહેતા 4 દિવસ પહેલા જ અમે તેને હોસ્પિટલ લાવ્યા હતા. જ્યાં ઇન્ફેક્શન અને અન્ય તકલીફ હોવાનું કહી ડોક્ટર દ્વારા NICUમાં દાખલ કરવામાં આવ્યો.

a 3 LG હોસ્પિટલમાં બાળક બદલાયું હોવાનો પરિવારજનોએ કર્યો આક્ષેપ, કહ્યું- અમારા બાળકને...

મંગળવારે બાળક ગુજરી ગયું હોવાનું કહી તેને ઘરે લઈ જવા કહ્યું. બાળક કાપડમાં લપેટી આપ્યું હતું. જેથી તેને પરિવાર ઘરે લઈને પહોંચ્યો, પરંતુ જ્યારે ઘરે જોઈ કાપડ ખોલ્યું, ત્યારે પરિવારની આખો ફાટી ગઈ હતી.

આ બાળકને કાપડમાં લપેટી આપ્યું હતું ઘરે જઈ જોયું તો બાળક બીજું હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બાળકની ડેડબોડી આપવામાં આવી છે તેના વાળ વધુ છે.તેમના બાળક ને લાખું ન હતું આ બાળક ને લાખું છે.જ્યારે તેમનું બાળક શ્વેત હતું.

તો આ અંગે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ બાળક બદલાઈ ગયું હોવાની વાતને રદિયો આપ્યો છે.તેઓનું કહેવું છે કે NICU માં રાખ્યું હોવાથી કાળો ડાઘ પડી ગયો છે. તે લાખું નથી.બાળક તેમનું છે. જ્યારે આ મામલે મેયરે હોસ્પિટલ પાસે ખુલાસો માંગ્યો છે. આ અગાઉ પણ એલજી હોસ્પિટલ અનેક વિવાદો માં રહી છે. જયારે બાળક બદલાઈ જવાની બાબતમાં આગળ શું થાય છે તે જોવું રહ્યું

આ સમગ્ર ઘટના પર મેયર કિરીટ પરમારે તપાસના આદેશ આપ્યા છે. મેયર મિડીયા સમક્ષ જણાવ્યુ હતુ કે, જો આવી ઘટના બની હોય તો દુખદ છે અને આવી ઘટના જવાબાદર ડોક્ટર કે કર્મચારી સામે પગલા લેવાશે. હોસ્પિટલ પાસેથી રીપોર્ટ મંગાવ્યો છે. અગાઉ પણ એલ.જી. હોસ્પિટલ અનેક વિવાદમાં રહી છે.

આ પણ વાંચો: આ ચોમાસું દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે, જાણો કયું રાજ્ય સૌથી પહેલા દસ્તક આપશે

આ પણ વાંચો:કોલકાતામાં ગાયક કેકેના નિધન પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાણો શું કહ્યું…

આ પણ વાંચો: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,745 નવા કેસ, સક્રિય દર્દીઓની સંખ્યા 18 હજારને પાર

logo mobile