Not Set/ તાલાલા / સરકારી હોસ્પીટલમાં કુટુંબ નિયોજન માટે આવેલી મહિલાના મોતથી પરિવારજનોનો હોબાળો

તાલાલા સરકારી દવાખાનામાં કુટુંબ નિયોજન માટે આવેલી  મહિલાનું મોત નિપજતા પરિવારજનો એ ભારે હોબાળો મચાવ્યો હતો. તલાલાના ગુંદળા ગામે રહેતી 27વર્ષીય  હંસાબેન ભરત ભાઈ વાળા નામની મહિલા આજે તાલાલા સરકારી દવાખાનામાં કુટુંબ  નિયોજન માટે આવી હતી. મહિલા ના પરિવારજનોનું કહેવું છે કે, ઓપરેશન માટે હંસાબેનને બેહોશ કરવા માટે ઈન્જેકશન અપાયું હતું અને ત્યારબાદ તેની તબિયત […]

Gujarat Others
bapu 18 તાલાલા / સરકારી હોસ્પીટલમાં કુટુંબ નિયોજન માટે આવેલી મહિલાના મોતથી પરિવારજનોનો હોબાળો

તાલાલા સરકારી દવાખાનામાં કુટુંબ નિયોજન માટે આવેલી  મહિલાનું મોત નિપજતા પરિવારજનો એ ભારે હોબાળો મચાવ્યો હતો. તલાલાના ગુંદળા ગામે રહેતી 27વર્ષીય  હંસાબેન ભરત ભાઈ વાળા નામની મહિલા આજે તાલાલા સરકારી દવાખાનામાં કુટુંબ  નિયોજન માટે આવી હતી. મહિલા ના પરિવારજનોનું કહેવું છે કે, ઓપરેશન માટે હંસાબેનને બેહોશ કરવા માટે ઈન્જેકશન અપાયું હતું અને ત્યારબાદ તેની તબિયત લથડી અને  પરિવારજનોને 2 કલાક સુધી ડોક્ટરો એ જવાબ ન આપતા અંતે કંટાળીને પરિવારજનો વેરાવળ લઇ ગયા હતા. જ્યા તેમનું મોત નીપજ્યું હતું.

મહિલાના  મોત બાદ તેના  પરિવારજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પરિવારજનોએ હંસાબેનના મૃતદેહણે સ્વીકારવાનોઇનકાર કર્યો છે.

આખરે પોલીસે વચ્ચે પડી પરિવારજનોને સમજાવતા મામલો શાંત પડ્યો અને અંતે મહિલાના મૃતદેહને  પેનલ પીએમ અર્થે જામનગર ખસેડાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન