Not Set/ પ્રખ્યાત એટલાસ સાઇકલનાં માલિક સંજય કપૂરની પત્નીએ કરી આત્મહત્યા

ભારતની પ્રખ્યાત સાઇકલ કંપની એટલાટના માલિકમાંથી એક સંજય કપૂરની પત્ની નતાશા કપૂરનું (ઉં.વ. 57) મંગળવારે બપોરે શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવ્યા છે.  પ્રાથમિક તપાસમાં નતાશા કપૂરે આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઇ રહી છે. નતાશા કપૂરનો મજતદેહ જે રુમમાંથી મળી આવ્યો છે તે રુમ ખુલ્લો હોવાની વિગતો સામે આવી રહી છે. હાઇપ્રોફાઇલ કેસ હોવાનાં કારણે પોલીસ […]

Top Stories India
atlas પ્રખ્યાત એટલાસ સાઇકલનાં માલિક સંજય કપૂરની પત્નીએ કરી આત્મહત્યા

ભારતની પ્રખ્યાત સાઇકલ કંપની એટલાટના માલિકમાંથી એક સંજય કપૂરની પત્ની નતાશા કપૂરનું (ઉં.વ. 57) મંગળવારે બપોરે શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવ્યા છે.  પ્રાથમિક તપાસમાં નતાશા કપૂરે આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઇ રહી છે. નતાશા કપૂરનો મજતદેહ જે રુમમાંથી મળી આવ્યો છે તે રુમ ખુલ્લો હોવાની વિગતો સામે આવી રહી છે. હાઇપ્રોફાઇલ કેસ હોવાનાં કારણે પોલીસ દ્વારા રૂમનો દરવાજો ખુલ્લો હોવા જેવી સંગ્ધિત બાબતોને ધ્યાનમાં રાખી આ કેસમાં અલગ અલગ એંગલથી તપાસી શરુ કરીછે.

મળતી માહિતી પ્રમાણે ઘટનાસ્થળેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવેલી નથી. પોલીસને જોકે, ઘરના મંદિરમાંથી એક પત્ર મળ્યો છે. પત્રમાં લખ્યું છે કે તે(નતાશા) પોતાની જિંદગીથી ખુશ નહોતી. પ્રથમ દષ્ટીનાં આધાર સાથે પોલીસના કહેવા પ્રમાણે આપઘાતનું કારણે આર્થિક તંગી હોઈ શકે છે. આ મામલે નવી દિલ્હીના તુગલક રોડ થાણા પોલીસ દ્રારા તપાસ કરવામાં આવી રહી છે. નતાશાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દિલ્હીની આરએમએસ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યુું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ નતાશાનાં મોતનું સાચું કારણ જાણવા મળશે.

આપને જણાવી દઇએ કે, એટલાસ કંપનીના માલિક કપૂર પરિવાર ઔરંગઝેબ લેનમાં રહે છે. સંજય કપૂર પણ અહીં પરિવાર સાથે રહે છે. મંગળવારે બપોરે જ્યારે તેમની પત્ની નતાશા બપોરે જમવા ન આવતા પરિવારે તેમની શોધખોળ શરૂ કરી હતી. પુત્ર સિદ્ધાંત કપૂરે ફોન કર્યો તો તેમણે ફોન ઉપાડ્યો ન હતો.

નતાશા કપૂરના રૂમમાં પંખા સાથે ચૂંદડી બંધી ફાસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પરિવારના લોકોએ ચૂંદડી કાપીને નતાશાને પંખા પરથી નીચે ઉતાર્યા હતા. નીચે ઉતાર્યા બાદ નતાશાને સીપીઆર આપવામાં આવી હતી. જે બાદમાં ડૉક્ટરોને બોલાવવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પુત્ર સિદ્ધાંત કપૂરે મંગળવારે સાંજે આ અંગેની જાણ પોલીસને કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.