Photos/ ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર લગ્ન બાદ પહેલીવાર મીડિયા સામે આવ્યા, વહેંચી મીઠાઈ

મીડિયાને પણ ફરહાન અને શિબાનીના લગ્નથી દૂર રાખવામાં આવ્યા હતા અને તેમના થોડા ફોટા જ સામે આવ્યા હતા. હવે પહેલીવાર બંને સામે આવ્યા અને સાથે પોઝ આપ્યા.

Uncategorized Entertainment
FARHAN

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમણે અત્યંત સાદગીથી લગ્ન કર્યા હતા. ફરહાનના ઘરે હલ્દી-મહેંદી સેરેમની થઈ હતી. બંનેએ ખંડાલાના ફાર્મહાઉસમાં લગ્ન કર્યા હતા. મીડિયાને પણ ફરહાન અને શિબાનીના લગ્નથી દૂર રાખવામાં આવ્યા હતા અને તેમના થોડા ફોટા જ સામે આવ્યા હતા. હવે પહેલીવાર બંને સામે આવ્યા અને સાથે પોઝ આપ્યા.

બંનેએ પરંપરાગત પોશાક પહેર્યા હતા. તેણે પોતાનો લુક સિમ્પલ રાખ્યો હતો. બંને એકબીજા સાથે એકદમ પરફેક્ટ લાગતા હતા. આ પ્રસંગે ફરહાન અખ્તરે ત્યાં હાજર ફોટોગ્રાફરોને મીઠાઈ પણ વહેંચી હતી.

દેખાવની વાત કરીએ તો ફરહાન અખ્તરે સિલ્કનો કુર્તો અને જેકેટ પહેર્યું હતું. ફરહાન અખ્તર ટ્રેડિશનલ આઉટફિટમાં હેન્ડસમ લાગતો હતો. શિબાનીએ લાઇટ પિંક કલરની સાડી પહેરી હતી જેમાં વ્હાઇટ ફ્લોરલ વર્ક કરવામાં આવ્યું હતું. આ સાથે તેણીએ ડાયમંડ જ્વેલરી મેચ કરી. પોઝ આપતી વખતે શિબાનીએ તેની સગાઈની રિંગ પણ ફ્લોન્ટ કરી હતી. શિબાની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આપને જણાવી દઈએ કે, ફરહાન અને શિબાનીએ શનિવારે લગ્ન કર્યા હતા. તેઓએ Vow અને રીંગ સમારોહ કરીને એકબીજાની સાથે હંમેશા રહેવા માટે વચન આપ્યું હતું. પહેલા એવા અહેવાલ હતા કે તેઓ મરાઠી રીતિ-રિવાજ મુજબ લગ્ન કરી શકે છે પરંતુ કપલે સંપૂર્ણપણે અલગ નિર્ણય લીધો હતો.