Not Set/ થરાદના લેડાઉ ગામની સીમમાંથી ઘઉંની આડ મા અફીણનું વાવેતર ઝડપાયું ખેતર માલિકની અટકાયત

બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રદિપ સેજુળ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજીયાણ  થરાદ વિભાગના  માર્ગદર્શન મુજબ શનિવારના રોજ પીઆઈ જે.બી. આચાર્યને  હકીકત બાતમી મળેલ કે લેંડાઉ ગામની સીમમાં ધેંગાભાઈ કાળાભાઈ પાંચલ રહે.લેંડાઉ ના કબજા ભોગવટાના ખેતરમાં ઘઉંની ખેતીની આડાશમાં અફીણના છોડની ખેતી કરેલ છે જે સદર હક્કીતવાળી વાળી જગ્યાએ રેઈડમાં P.S.I એલ.પી.રાણા તથા P.S.I.કે.જી.પરમાર […]

Gujarat Others
afin થરાદના લેડાઉ ગામની સીમમાંથી ઘઉંની આડ મા અફીણનું વાવેતર ઝડપાયું ખેતર માલિકની અટકાયત
બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રદિપ સેજુળ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજીયાણ  થરાદ વિભાગના  માર્ગદર્શન મુજબ શનિવારના રોજ પીઆઈ જે.બી. આચાર્યને  હકીકત બાતમી મળેલ કે લેંડાઉ ગામની સીમમાં ધેંગાભાઈ કાળાભાઈ પાંચલ રહે.લેંડાઉ ના કબજા ભોગવટાના ખેતરમાં ઘઉંની ખેતીની આડાશમાં અફીણના છોડની ખેતી કરેલ છે જે સદર હક્કીતવાળી વાળી જગ્યાએ રેઈડમાં P.S.I એલ.પી.રાણા તથા P.S.I.કે.જી.પરમાર તથા મહિલા P.S.I કે.કે.રાઠોડ તેમજ પોલીસ સ્ટાફના માણસો સાથે ધેંગાભાઈ કાળાભાઈ પાંચલ હાજર મળી આવતા  સાથે રાખી ખેતરની ઝડતી કરતાં ઘઉંના વાવેતરની આડ્સમાં અફીણના છોડનું વાવેતર મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો.
પોલીસે બનાસકાંઠા FSL નો સંપર્ક કરતાં FSL અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વાવેતર કરેલ છોડ ડોડાના સેમ્પલ લીધા હતા અને ઝડપાયેલા ડોડાનું વજન કરતાં આશરે ૩૫૬૦ ગ્રામ જેની કુલ કિ.રૂ.35600 નો જથ્થો થરાદ પોલીસ મથકે કબજે કરવામાં આવેલ અને આરોપી ધેગાભાઈ કાળાભાઈ પાંચલ વિરૂધ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી અટકાયત કરવામાં આવેલ છે.
થરાદ પંથકમાં ખેડૂતો વધુ ઉપજ મેળવવા અને મોટા રૂપિયા કમાવવાની લ્હાયમાં બિન કાયદેસર છાની છુપીથી અફીણની ખેતી તરફ વળ્યા છે બે વર્ષ પહેલાં થરાદના ખાનપુર ગામેથી મોટા પ્રમાણમાં અફીણનું વાવેતર ઝડપાયું હતું