Not Set/ મહારાષ્ટ્રમાં સત્તાનાં સંગ્રામ વચ્ચે ખેડૂતે રાજ્યપાલને લખ્યો પત્ર, કહ્યુ-મને બનાવી દો મુખ્યંમત્રી

મહારાષ્ટ્રનાં બીડ જિલ્લામાં એક ખેડૂત સત્તાને લઇને ભાજપ-શિવસેના વચ્ચેનાં મતભેદોનું સમાધાન થાય અને આગામી સરકાર બને ત્યાં સુધી રાજ્યનાં મુખ્યમંત્રી બનવા માટે ઉત્સુક છે. કેજ તાલુકાનાં વડમૌલીનાં ખેડૂત શ્રીકાંત વિષ્ણુ ગડાલે ગુરુવારે બીડ કલેકટર કચેરીને પત્ર લખીને આ ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે પત્રમાં લખ્યું છે કે, શિવસેના અને ભાજપ 2019 ની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો […]

Top Stories India
Farmer મહારાષ્ટ્રમાં સત્તાનાં સંગ્રામ વચ્ચે ખેડૂતે રાજ્યપાલને લખ્યો પત્ર, કહ્યુ-મને બનાવી દો મુખ્યંમત્રી

મહારાષ્ટ્રનાં બીડ જિલ્લામાં એક ખેડૂત સત્તાને લઇને ભાજપ-શિવસેના વચ્ચેનાં મતભેદોનું સમાધાન થાય અને આગામી સરકાર બને ત્યાં સુધી રાજ્યનાં મુખ્યમંત્રી બનવા માટે ઉત્સુક છે. કેજ તાલુકાનાં વડમૌલીનાં ખેડૂત શ્રીકાંત વિષ્ણુ ગડાલે ગુરુવારે બીડ કલેકટર કચેરીને પત્ર લખીને આ ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે પત્રમાં લખ્યું છે કે, શિવસેના અને ભાજપ 2019 ની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદથી મુખ્યમંત્રી પદ અંગેનાં મુદ્દાને હલ કરી શક્યા નથી.

ખેડૂતે લખ્યું કે, “કુદરતી આફતો (કમોસમી વરસાદ) ને કારણે રાજ્યમાં પાકને નુકસાન થયું છે. આ આફતોનાં કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.” “તેમણે કહ્યું,” હાલ જ્યારે ખેડૂતો નારાજ છે, શિવસેના અને ભાજપ મુખ્યમંત્રી પદનો મુદ્દો હલ કરવામાં અસમર્થ છે, ત્યારે રાજ્યપાલે મને આ મુદ્દાનું સમાધાન ન થાય ત્યાં સુધી મુખ્યમંત્રીની જવાબદારી સોંપી દેવી જોઈએ.” “ગડાલે કહ્યું કે,” હું ખેડૂતોની સમસ્યાઓ હલ કરીશ અને તેમને ન્યાય આપીશ.”

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનને બહુમતી મળવા છતાં નવી સરકાર શપથ લેવામાં અસમર્થ છે. 24 ઓક્ટોબરનાં પરિણામો પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે દેવેન્દ્ર ફડણવીસનાં નેતૃત્વમાં મહારાષ્ટ્રનો વિકાસ થશે. જો કે, આ બધાની વચ્ચે, ભાજપ અને શિવસેના વચ્ચે 50-50 ફોર્મ્યુલાને લઇને ઝઘડો થયો છે અને સરકારની રચનાને લઇને આ ગાંઠ હજુ પણ નથી નિકાળી શકાઇ.

ઉલ્લેખનીય છે કે, ભાજપ સાથે મામલાનો નિકાલ ન આવતા શિવસેના સાંસદ સંજય રાઉતે એનસીપી અધ્યક્ષ શરદ પવાર સાથએ મુલાકાત કરી હતી, જે પછી મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. શિવસેના ભાજપને છોડી શરદ પવારની પાર્ટી એનસીપી સાથે મળી સરકાર બનાવશે કે કેમ, આ સવાલ હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે. સંજય રાઉતનાં શરદ પવારની સાથેની મુલાકાત બાદ જોવાનુ રહેશે કે ભાજપ તરફથી શું પગલે લેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.