Bharuch/ ખેડૂતને દિવસે વીજળી નું સ્વપ્ન હવે આવનાર સમયમાં વહેલી તકે પૂર્ણ થશે : અરુણસિંહ 

ખેડૂતને દિવસે વીજળી નું સ્વપ્ન હવે આવનાર સમયમાં વહેલી તકે પૂર્ણ થશે : અરુણસિંહ 

Gujarat Others
અરવિંદ શર્મા 3 ખેડૂતને દિવસે વીજળી નું સ્વપ્ન હવે આવનાર સમયમાં વહેલી તકે પૂર્ણ થશે : અરુણસિંહ 

@મુનિર પઠાણ, ભરૂચ

વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણાના અથાગ પ્રયત્નોથી ૮૮૮ લાખના ખર્ચે નિર્માણ પામનાર ભરૂચ અમલેશ્વર ખાતેના ૬૬ કે.વી. સબસ્ટેશનના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોઢિયા, પ્રાંત અધિકારી, મામલતદાર, જેટકો ના ભરૂચ ખાતેના સુપ્રિટેન્ડન્ટ વી.જી.પટેલ તેમજ અધિકારીઓ અને પધાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી.

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી.(જેટકો) દ્વારા ભરૂચ તથા સુરત જીલ્લાની ભૌગોલીક પરિસ્થિતિ, ઘર વપરાશ, ખેતીવાડી માટે સિંચાઇની સુવિધા તથા ઔદ્યોગિક વીજ માંગ માટે વીજળીની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ ભવિષ્યની વીજ માંગને પહોંચી વળવા જેટકો દ્વારા ભરૂચ તથા સુરત જિલ્લામાં ચાલુ વર્ષ દરમ્યાન ૬૬ કે.વી. ના ૧૩ નવા સબસ્ટેશનોનું આયોજન કરવા આવેલ છે. જેમાંથી ભરૂચ જિલ્લાના તા.ભરૂચમાં અમલેશ્વર ખાતે ૬૬ કે.વી., અંકલેશ્વર તાલુકામાં અંકલેશ્વર-સી ખાતે ૬૬ કે.વી., સેંગપુર ૬૬ કે.વી., વાગરા તાલુકામાં સાયખા-૨ ખાતે ૬૬ કે.વી., હાંસોટ તાલુકાના સુણેવખુર્દ ૬૬ કે.વી., ઝગડીયા તાલુકાના વણાકપુરમાં ૬૬ કે.વી.અને સેલોદ ગામમાં એમ મળી કુલ ૬૬ કે.વી. ના ૭ સબસ્ટેશન નિર્માણ પામનાર છે.

અરવિંદ શર્મા 4 ખેડૂતને દિવસે વીજળી નું સ્વપ્ન હવે આવનાર સમયમાં વહેલી તકે પૂર્ણ થશે : અરુણસિંહ 

અમલેશ્વર ખાતે આગામી સમયમાં નિર્માણ પામનાર ૬૬ કે.વી. સબસ્ટેશન માટે ગ્રામપંચાયત હસ્તકની ખળીની જમીન કુલ ૪૯૦૦ ચો.મી. સંપાદન કરવામાં આવેલ છે. નવા ૬૬ કે.વી. અમલેશ્વર સબસ્ટેશન ને હયાત ૬૬ કે.વી. વાગરા-ભેંસલી લાઈનમાંથી લીલો કરી બેવડી વીજરેષા દ્વારા જોડવામાં આવેલ છે. વીજ માંગ ને ધ્યાનમાં રાખીને ૬૬ કે.વી. અમલેશ્વર સબસ્ટેશન ની સ્થાપિત ક્ષમતા 30 એમ.વી.એ.ની મંજુર કરવામાં આવેલ છે. ૬૬ કે.વી. અમલેશ્વર સબસ્ટેશનમાંથી વિવિધ ૨૫ થી વધુ ગામો પૈકી ૧૧ કે.વી. નવેઠા, ૧૧ કે.વી. વાંસી, ૧૧ કે.વી. અમલેશ્વર, ૧૧ કે.વી. કલ્લા, ૧૧ કે.વી. ચૌલાદ ખાતે જે.જી.વાય. અને એ.જી. પ્રકારના ૧૧ જેટલા ફીડરો પણ મુકવામાં આવશે. સબસ્ટેશનના લાભાર્થી ગામોમાં મુખ્યત્વે અમલેશ્વર, કોઠીયા, સડથલા, ચૌલાદ, વાંસી, કુરાલા, દેત્રાલ, હિંગલોટ, વેસદડા, અમદાદા, ભુવા, નવેઠા, શંખવાડ, કેશરોલ, ખોજબલ, ભાડભુત, મહેગામ, મનાડ, કાસવા, વડવા, એકસાલ, દશાન, સાયખા, ભેરસમ, કુરાલા તથા આસપાસના ગામોને પ્રત્યક્ષ થતા પરોક્ષ રીતે અવિરત વીજ પુરવઠો મળી રહશે.

નવા પ્રસ્થાપિત થનાર અમલેશ્વર સબસ્ટેશનથી સંબંધિત વિસ્તારોને પૂરતા વીજ દબાણથી ગુણવત્તા સભર વીજ પુરવઠો મળશે. ૧૧ કે.વી. ના ફીડરોની લંબાઈ ઘટવાથી ડી એન્ડ લોસમાં નોંધ પાત્ર ઘટાડો થશે. ખેતી અને બિનખેતી વીજ વપરાશકારોને વિક્ષેપ રહિત સતત વીજપુરવઠો મળશે. આ સબસ્ટેશનની આજુબાજુ ૧૦ કી.મી. વિસ્તારમાં રહેલા રહેઠાણ, ખેતીવાડી અને વાણિજ્ય એમ મળીને કુલ ૨૫ ગામોના અંદાજીત ૨૫૦૦૦ ગ્રાહકોને લાભ થશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…