Not Set/ સરકારી સહાય મેળવવાની સાથે રોકડિયા પાક નું વાવેતર કરી આવક મેળવતા ખેડૂતો

હાલ સરકારી સહાય મેળવીને દેશના ખેડૂતો ક્રાંતિ લાવી રહ્યા છે અને તેમને રોકડીયા પાક નું વાવેતર કરીને આવક પણ મેળવી રહયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના ખેડૂતો પણ રોકડિયા પાક તરફ આગળ વધી રહ્યા છે

Gujarat
13 13 સરકારી સહાય મેળવવાની સાથે રોકડિયા પાક નું વાવેતર કરી આવક મેળવતા ખેડૂતો

હાલ સરકારી સહાય મેળવીને દેશના ખેડૂતો ક્રાંતિ લાવી રહ્યા છે અને તેમને રોકડીયા પાક નું વાવેતર કરીને આવક પણ મેળવી રહયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના ખેડૂતો પણ રોકડિયા પાક તરફ આગળ વધી રહ્યા છે.

જેમાં રાજગઢ ગામના શત્રુઘ્ન ભાઈ નામ નાખેડૂત દ્વારા પહેલા કપાસ, એરંડા,જીરું જેવા પારંપરિક પાકો નું વાવેતર કરાતું જે હાલ સરગવાના રોકડિયા પાક તરફ વળ્યા છે અને સારો એવો ભાવ પણ મેળવી રહ્યા છે.

સરગવાની ખેતી ની સલાહ તેમના મિત્ર દ્વારા મળ્યા બાદ તેઓને સરકાર દ્વારા હેકટર દીઠ ૧૧,400 પ્રતિ હેકટર ની સહાય પણ મેળવી છે જેમાં શરૂઆતમાં 4000 રૂપિયા પ્રતિમણ નો ભાવ હતો જે હાલ 1200થી 1500 રૂપિયા જેટલો ભાવ અત્યારે પણ મળી રહે છે અને સરગવાની આંખનું વડોદરા તેમજ અન્ય સ્થળોએ પણ ઔષધીય ગુણ હોવાથી માંગ છે એવું જણાવવાની સાથે અન્ય ખેડૂતોને પણ શત્રુઘ્ન ભાઈ દ્વારા આ રીતે રોકડિયા પાક તરફ વળવા અને સરકારી સહાયનો લાભ લેવા અપીલ પણ કરી હતી.

આ સાથે હાલ આ સરગવો વેચવા બહારના જિલ્લામાં કે અન્ય સ્થળે જવું પડતું હોય તો સ્થાનિક એપીએમસી માં જ વેચવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે તો ખેડૂતોને હજુ પણ વધુ ફાયદો મળી શકે એવું પણ શત્રુધ્ન ભાઈ દ્વારા વિશેષમાં જણાવ્યું હતું