Protest/ ખેડુતોનો ખોંખારો ! 4 જાન્યુઆરીએ તરફેણમાં નિર્ણય નહીં લે તો પછી…

પાક માટે ત્રણ નવા કૃષિ કાયદા રદ કરવાની અને લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) ની કાયદેસર બાંહેધરી જેવી તેમની માંગ અંગે સખ્તાઇ કરતાં ખેડૂત સંગઠનોએ શુક્રવારે કહ્યું હતું કે જો

Top Stories India
farmer 1 ખેડુતોનો ખોંખારો ! 4 જાન્યુઆરીએ તરફેણમાં નિર્ણય નહીં લે તો પછી...

ત્રણ નવા કૃષિ કાયદા રદ કરવાની અને લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) ની કાયદેસર બાંહેધરી જેવી તેમની માંગ અંગે સખ્તાઇ કરતાં ખેડૂત સંગઠનોએ શુક્રવારે કહ્યું હતું કે જો 4 જાન્યુઆરીએ સરકાર અમારા પક્ષમાં નિર્ણય નહીં લે તો તેઓ કડક પગલા લેશે. વધુમાં સિંઘુ સરહદ પર એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં ખેડૂત નેતાઓએ તેમની મુખ્ય માંગણીઓ પૂર્ણ ન કરવામાં આલે તો આકરા પગલાં ભરવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, સરકાર સાથે યોજાયેલી બેઠકોમાં અત્યાર સુધીમાં ખેડૂતો દ્વારા ઉભા કરવામાં આવેલા પાંચ ટકા મુદ્દાઓની જ ચર્ચા કરવામાં આવી છે.

ખેડૂત નેતા વિકાસએ પત્રકારોને જણાવ્યું હતું કે, “જો સરકાર સાથેની બેઠકમાં મડાગાંઠ દૂર નહીં થાય તો અમે હરિયાણાના તમામ મોલ, પેટ્રોલ પમ્પ બંધ કરવાની તારીખોની ઘોષણા કરીશું.” સ્વરાજ ભારતના નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે હરિયાણા – રાજસ્થાન સરહદ પર શાહજહાંપુર ખાતે વિરોધ કરી રહેલા ખેડુતો પણ રાષ્ટ્રીય રાજધાની તરફ આગળ વધશે અન્ય નેતા યુધવીરસિંહે કહ્યું હતું કે જો વાતચીતના આગલા રાઉન્ડમાં કોઈ નક્કર નિર્ણય નહીં લેવામાં આવે તો 6 જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ યોજવામાં આવશે.

સરકાર ખેડૂતોને બે મુદ્દાઓ પર સંમત
બુધવારે ઔપચારિક વાટાઘાટ છઠ્ઠા રાઉન્ડમાં સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે વીજળી દર અને પરાલી સળગવા પર દંડ મામલે એક સૂત્રતા સંધાતા સરકાર દ્વારા આ બે મુદ્દાઓ માન્ય રાખવામાં આવ્યા હતા. પરંતુ ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાના મુદ્દાઓ અને એમએસપી માટેની કાનૂની બાંયધરીને લઈને ગતિવિધિ યથાવત્ રહી હતી.

હજારો ખેડુતોના – 41 સદસ્યના પ્રતિનિધિ જૂથ અને ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હીની સરહદો પર વિરોધ દર્શાવતા ત્રણ કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે વાતચીત થયા પછી, કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરએ કહ્યું કે ચારમાંથી બે મુદ્દા પર સંમતિ બાદ 50 ટકા સમાધાન પૂર્ણ અને બાકીના બે મુદ્દાઓ પર 4 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યે ચર્ચા કરવામાં આવશે.

એક મહિના કરતા પણ વધુ સમયથી ખેડુતો કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે, એક મહિના કરતા પણ વધુ સમયથી, હજારો ખેડૂતો રાષ્ટ્રીય પાટનગરની વિવિધ સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શનમાં મોટાભાગના ખેડૂતો પંજાબ અને હરિયાણાના છે. સરકારનું કહેવું છે કે નવા કાયદા કૃષિ ક્ષેત્રમાં સુધારણા કરશે અને ખેડુતોની આવક વધારશે, પરંતુ પ્રદર્શન કરનાર ખેડુત સંગઠનોને ડર છે કે નવા કાયદા એમએસપી અને મંડી પ્રણાલીને નબળી બનાવશે અને ખેડુતોને મોટા ઉદ્યોગો પર આધારીત બનાવશે.

સીમા પર તૈનાત સેંકડો સુરક્ષા જવાનો
દિલ્હીની સરહદો પર ચુસ્ત સુરક્ષા છે, જ્યાં સેંકડો સુરક્ષા કર્મીઓ સિંઘુ, ગાઝીપુર અને ટિકરીની સરહદો પર તૈનાત છે. દેખાવોએ ઘણા સ્થળો પણ અવરોધિત કર્યા હતા અને પોલીસને કેટલાક રૂટો પર ટ્રાફિક ફેરવવો પડ્યો હતો. શુક્રવારે દિલ્હી ટ્રાફિક પોલીસે ટ્વિટ કરીને લોકોને બંધ માર્ગો વિશે માહિતી આપી હતી અને તેમને અન્ય માર્ગો પરથી પસાર થવાનું કહેવામાં આવ્યું હતું. તેમણે ટ્વીટ કર્યું, “ટિકરી, ધનસા બોર્ડર પરનો ટ્રાફિક સંપૂર્ણ રીતે બંધ છે.” ઝટિકરા બોર્ડર ફક્ત હળવા વાહનો, એક કે ટુ-વ્હીલર અને પસાર થતા લોકો માટે જ ખુલ્લી છે. ‘

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…