Not Set/ ગાંધીનગરને પણ ખેડૂતો ઘેરાવ કરશે: ટિકૈત

ટિકૈત બે દિવસથી ગુજરાતમાં છે. ગુજરાતમાં પ્રથમ દિવસે પાલનપુર સહિતના વિસ્તારમાં ટિકૈત ફર્યા હતા. પણ ત્યાં તેમને ખેડૂતોનો ધાર્યો પ્રતિસાદ મળ્યો નહતો.

Ahmedabad Gujarat Trending
વ૨ 31 ગાંધીનગરને પણ ખેડૂતો ઘેરાવ કરશે: ટિકૈત
– ગુજરાતનો ખેડૂત સરકારથી ભયભીત
– જ્યાં ચૂંટણી હોય ત્યાં કોરોના નથી આવતો : ટિકૈત
@સોનલ અનડકટ, અમદાવાદ 

ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે તેમણે અમાદવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લઈ ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અને સૂતરની આટી પહેરાવ્યા હતા. તેમની સાથે પ્રજાશક્તિ પાર્ટીના શંકરસિંહ વાઘેલા અને યુદ્ધવીરસિંહ પણ જાેડાયા હતા. જૂજ સમર્થકોની હાજરીમાં ટિકૈત ગાંંધી આશ્રમ આવ્યા હતા. જાેકે હવે ટિકૈતે ગુજરાતમાં પણ ખેડૂત આંદોલન છેડવાની હાકલ કરી છે.

ખેડૂત નેતા રાકેશ ટિકૈત દિલ્હીની બોર્ડર પર પંજાબ સહિતના વિસ્તારના ખેડૂતો સાથે લાંબા સમયથી ખેડૂત ટ્રેક્ટર આંદોલન ચલાવી રહ્યા છે. હવે ટિકૈત બે દિવસથી ગુજરાતમાં છે. ગુજરાતમાં પ્રથમ દિવસે પાલનપુર સહિતના વિસ્તારમાં ટિકૈત ફર્યા હતા. પણ ત્યાં તેમને ખેડૂતોનો ધાર્યો પ્રતિસાદ મળ્યો નહતો. આજે અમદાવાદમાં પણ ટિકૈત સાથે આવુ જ કંઈક થયુ. ગાંધી આશ્રમ પર શંકરસિંહ વાઘેલા જેવા રાજકીય આગેવાનોને બાદ કરતા એકપણ ખેડૂત જાેવા મળ્યો નહતો.

જાેકે આ અંગે ટિકૈતના ટેકેદારોએ બચાવ કર્યો હતો કે, ગુજરાત સરકાર ખેડૂતોને ટિકૈત સુધી આવતા રોકે છે. અન્ય જિલ્લામાંથી ખેડૂતો ટ્રેક્ટર ભરીને અમદાવાદ આવવા માંગે છે પણ તેમને પોલીસ અટકાવી રહી છે. ગાંધી આશ્રમ ખાતે રાકેશ ટિકૈતે મંતવ્ય ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ કે, ગુજરાતનો ખેડૂત ગભરાયેલો છે અને તેનો ડર દૂર કરવા માટે જ મે ગુજરાતની મુલાકાત લીધી છે. જ્યાં ચૂંટણી હોય છે ત્યાં કોરોના નથી આવતો તેમ ખેડૂત આંદોલનને પણ કોરોના નડવાનો નથી. કોરોના મહામારીના કારણે ખેડૂત આંદોલન પડતુ મુકાશે તેવુ જાે સરકાર માનતી હોય તો તે ભૂલભરેલુ છે. આગામી દિવસોમાં ગાંધીનગરમાં પણ આંદોલન છેડાશે અને તે માટે ગાંધીનગરનો ઘેરાવ કરાશે. ગાંધીનગરના ઘેરાવથી જ ગુજરાતનો ખેડૂત જાગૃત બનશે.

રાકેશ ટિકૈતે કહ્યુ કે, ગુજરાતમાં જે રીતે સરકારે ખેડૂતો પાસેથી જમીન પડાવી લઈ ઉદ્યોગપતિઓને આપી દીધી છે તેવી જ રીતે દેશભરમાં હવે આ જ રીતે ખેડૂતો પાસેથી જમીન પડાવવામાં આવી રહી છે. ગુજરાતના બટાકાની ખેતી કરનારા ખેડૂતોને પુરતા ભાવ મળતા નથી પણ સરકારના ડરથી ખેડૂતોએ સબ સલામતની વાણી ઉચ્ચારવી પડે છે. ગુજરાતના ખેડૂતોને અનેક સમસ્યાઓ છે પણ તેમને જબરદસ્તીથી ખોટુ બોલવુ પડે છે. ગુજરાતના ખેડૂતોનો ભય દૂર કરવા જ આ મુલાકાત ગોઠવાઈ હોવાનુ ટિકૈતેે જણાવ્યુ હતુ. દિલ્હીમાં શાંતિપૂર્ણ રીતે લાંબા સમયથી ધરણા અને આંદોલન ચાલી રહ્યા છે અને તેવી જ રીતે આગામી દિવસોમાં પણ આંદોલન ચાલુ રહેશે. ગાંધી આશ્રમથી ટિકૈત કરમસદ ખાતે સરદાર પટેલના નિવાસસ્થાનની મુલાકાતે ગયા હતા. બાદમાં વડોદરા, ભરુચ અને બારડોલી પણ જશે. બારડોલીમાં ટિકૈત ખાસ સભા પણ સંબોધવાના છે.