Not Set/ #Assembly Election 2018 : ચૂંટણીને લીધે છેલ્લા ૨ મહિનામાં ૪૮ લાખ થયા ટ્વીટ, આ હેશટેગ છે ટ્રેન્ડીંગ

નવી દિલ્લી ટ્વીટરનો વિધાનસભાની ચૂંટણીના પ્રચારને લઈને બહોળો ઉપયોગ કરવામાં આવ્યો છે. માત્ર બે મહિનામાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ, મિઝોરમ અને તેલંગણાની વિધાનસભની ચૂંટણી માટે ૪૮ લાખ ટ્વીટ કરવામાં આવ્યા છે. ૧ ઓક્ટોમ્બરથી ૨૮ નવેમ્બર સુધીમાં આટલા ટ્વીટ કરવામાં આવ્યા છે.તો બીજી બાજુ ૨૭, ૨૮ અને ૨૯ નવેમ્બર દરમ્યાન માત્ર ૩૬ કલાકોમાં ૨.૫ લાખ ટ્વીટ પોસ્ટ […]

Top Stories India Trending Politics Business
lam #Assembly Election 2018 : ચૂંટણીને લીધે છેલ્લા ૨ મહિનામાં ૪૮ લાખ થયા ટ્વીટ, આ હેશટેગ છે ટ્રેન્ડીંગ

નવી દિલ્લી

ટ્વીટરનો વિધાનસભાની ચૂંટણીના પ્રચારને લઈને બહોળો ઉપયોગ કરવામાં આવ્યો છે. માત્ર બે મહિનામાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ, મિઝોરમ અને તેલંગણાની વિધાનસભની ચૂંટણી માટે ૪૮ લાખ ટ્વીટ કરવામાં આવ્યા છે.

૧ ઓક્ટોમ્બરથી ૨૮ નવેમ્બર સુધીમાં આટલા ટ્વીટ કરવામાં આવ્યા છે.તો બીજી બાજુ ૨૭, ૨૮ અને ૨૯ નવેમ્બર દરમ્યાન માત્ર ૩૬ કલાકોમાં ૨.૫ લાખ ટ્વીટ પોસ્ટ થયા છે.

આ જાણકારી ટ્વીટર દ્વારા ગુરુવારે આપવામાં આવી હતી.

ટ્વીટરના જણાવ્યા પ્રમાણે બીજેપી, કોંગ્રેસ, અરજ્સ્થાન, મધ્યપ્રદેશ અને તેલંગણાનું હેશટેગ વધારે ટ્રેન્ડીંગ કરી રહ્યું છે.

આ હેશટેગ છે ટ્રેન્ડીંગમાં 

#bjp

#congress

#rajasthan

#madhyapradesh

#telangana

 #telanganaelections2018

#madhyapradeshelections

#rajasthanelections2018

#mizoram

#bjp4m

#bjp4telangana

#assemblyelections2018

#votebjpsecuremp 

દરેક રાજ્યની ચૂંટણીના પરિણામ ૧૧ ડીસેમ્બરના રોજ જાહેર થવાના છે.

૫ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લીધે ટ્વીટર પર લોકોની ચહલપહલ વધી ગઈ છે. માત્ર ભારત જ નહી પરંતુ દુનિયાભરના લોકો દેશમાં થતી ઘટના પર નજર રાખી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ટ્વીટર પર ચૂંટણીને લઈને નવા ફીચર ચાલુ  કરવામાં આવ્યા છે. જેમાં રીયલ ટાઇમ અપડેટ્સ ઓન કેમ્પેઈન ટ્રેલ્સ અને કનેક્ટીગ વોટર્સ ટુ પોલીટીશયનનો સમાવેશ થાય છે.

૨૬ નવેમ્બરના રોજ પીએમ મોદી તરફથી જે ટ્વીટ કરવામાં આવ્યું હતું તે ૩૨૮૪ વખત રીટ્વીટ કરવામાં આવ્યું હતું જેને ૧૩,૪૮૩ લોકોએ લાઇક કર્યું છે.

આ ટ્વીટમાં વડાપ્રધાન મોદીએ લોકોને મતદાન માટે અપીલ કરી છે.