Panchmahal News: પંચમહાલ જિલ્લાના ખેડૂત સાથે છેતરપિંડીનો બનાવ બન્યો. આ ઘટનામાં પંચમહાલના એક ખેડૂતને વડોદરાના કોઈ ભેજાબાજે ટ્રેકટર ભાડે રાખવા મામલે છેતરપિંડી કરી. પંચમહાલના ખેડૂતે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જેના બાદ પોલીસ આ મામલાની તપાસ કરતાં છેતરપિંડી આચરનાર ઠગને ઝડપી પાડ્યો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ પંચમહાલ જિલ્લામાં મલાવ ગામના ખેડૂત પોતાનું ટ્રેકટર વડદારોના એક શખ્સને ભાડે આપ્યું. આ શખ્સ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના છાલિયેર ગામનો વતની છે. વડોદરાના આ ભેજાબાજે પંચમહાલના ખેડૂત પાસેથી ખેતી માટે ટ્રેકટર લીધું પરંતુ લાંબા સમય સુધી પરત ના કર્યું. સમગ્ર મામલે ટ્રેક્ટર માલિકે કાલોલ પોલીસ મથક ખાતે ભેજાબાજ ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ટ્રેક્ટર માલિકની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી ભેજાબાજને ઝડપી પાડ્યો હતો. આ ભેજાબાજ ઈસમે પંચમહાલ જિલ્લાના ખેડૂત ઉપરાંત 17 જેટલા ટ્રેક્ટર માલિકો સાથે છેતરપિંડી આચરી હોવાની માહિતી પણ સામે આવી.
પોલીસે વડોદરાના ભેજાબાજ પાસેથી 17 ટ્રેક્ટરો પણ કબ્જે લીધા છે, ત્યારે હાલ તો, કાલોલ પોલીસે રૂ. 82 લાખના 17 ટ્રેક્ટર અને એક ઇકો કાર જપ્ત કરી આગળની તપાસ આરંભી છે.
આ પણ વાંચો: ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ
આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદી માહોલનો લાભ ઉઠાવી કેમિકલવાળુ પાણી છોડાયું
આ પણ વાંચો: એક વ્યક્તિ એક હોદ્દાના નિયમને અનુસરોઃ સી આર પાટીલ
આ પણ વાંચો: વડોદરામાં ડોક્ટરનું નર્સ પર લગ્નની લાલચે દુષ્કર્મ
