કૃષિ આંદોલન/ દિલ્હીમાં હિંસક પ્રદર્શન બાદ સોનીપત સહિત 3 જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ, તો પંજાબ અને હરિયાણામાં…

દિલ્હીમાં હિંસક પ્રદર્શન બાદ સોનીપત સહિત 3 જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ, તો પંજાબ અને હરિયાણામાં…

Top Stories
tractor 17 દિલ્હીમાં હિંસક પ્રદર્શન બાદ સોનીપત સહિત 3 જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ, તો પંજાબ અને હરિયાણામાં...

આજે દિલ્હીમાં ખેડુતોની ટ્રેક્ટર રેલી દરમિયાન અનેક જગ્યાએ હિંસા થઈ હતી. આ દરમિયાન અનેક ખેડુતો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ખેડુતોના એક જૂથે લાલ કિલ્લા પર પોતાનો ધ્વજ મુક્યો હતો.

રાષ્ટ્રીય પાટનગરમાં હિંસાની ઘટનાને ધ્યાનમાં રાખીને પંજાબ અને હરિયાણા સરકારોએ હાઈએલર્ટ જાહેર કર્યું છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહે હાઈએલર્ટના આદેશ જારી કરતાં ડીજીપીને કાયદો અને વ્યવસ્થા જાળવવા જણાવ્યું છે.

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પણ બેઠક બોલાવી હતી. આ પછી હરિયાણા પોલીસે નિવેદન જારી કર્યું છે કે દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચ દરમિયાન થયેલી હિંસા બાદ ડીજીપી મનોજ યાદવે તમામ જિલ્લાના એસપીને હાઇ એલર્ટ પર રહેવા નિર્દેશ આપ્યો છે.

હરિયાણાના સોનીપત, પલવાલ અને ઝજ્જર જિલ્લામાં સાવચેતી ઇન્ટરનેટ સેવાઓ આવતીકાલે સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રાખવામાં આવી છે.

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે હિંસાની ઘટનાને અસ્વીકાર્ય ગણાવી હતી. સિંહે એક ટ્વિટમાં કહ્યું, ‘દિલ્હીમાં ચોંકાવનારી ઘટનાઓ. કેટલાક તત્વો દ્વારા હિંસા અસ્વીકાર્ય છે. ખેડૂતોના શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન દ્વારા બનાવવામાં આવેલી વિશ્વસનીયતાને નુકસાન થશે. ”

તેમણે વધુમાં કહ્યું કે, “ખેડૂત નેતાઓએ આ ઘટનાઓથી પોતાને અલગ કરી દીધા છે અને ટ્રેક્ટર રેલીને સ્થગિત કરી દીધી છે. હું તમામ અસલી ખેડૂતોને દિલ્હીને ખાલી કરાવવા અને સરહદો પર પાછા ફરવા વિનંતી કરું છું. “

ત્રણ કૃષિ કાયદાને રદ કરવા અને તેમના પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાનૂની બાંયધરીની માંગણી સાથે, ખેડૂતો બે મહિનાથી દિલ્હીની કેટલાક સરહદ સ્થળોએ છાવણી નાખી બેઠા છે. આમાંના મોટાભાગના ખેડુતો પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના છે.

Political / રાહુલ ગાંધીએ ખેડૂતોના પ્રદર્શન પર જણાવ્યું હતું કે, હિંસા એ કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી

કૃષિ આંદોલન / ખેડુતોના આંદોલનને લઇ કંગનાએ કહ્યું, જે સપોર્ટ કરે તેને નાખો….

કૃષિ આંદોલન / આ કેવી લોકશાહી, શું સરકાર આજ દિવસની રાહ જોઈ રહી હતી ? : ટ્રેક્ટર રેલી અંગે સંજય રાઉત ઉવાચ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો