Banaskantha News: બનાસકાંઠામાં વાવના (Vav) ખિમાસા વાસમાં ભ્રષ્ટાચાર મામલે આક્રોશ જોવા મળ્યો છે. માલસણ બ્રાન્ચમાંથી પસાર થતી અસારા કેનાલનો ગેરરીતિનો મામલો સામે આવ્યો છેે. કેનાલ પર પહોંચી ગેરરીતિ મામલે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે.
બનાસકાંઠા જીલ્લામાં વાવ તાલુકામાં આવેલા ખિમાસા વાસમાં માલસણ બ્રાન્ચમાંથી પસાર થતી અસારા કેનાલનો ગેરરીતિ આચરવામાં આવી હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. કેનાલની ફરતે પ્રોટેક્શન દીવાલ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ આ કામગીરીમાં કરોડોનું બિલ વસૂલાયું હતુ અને કામ માત્ર 30 ટકા જ કર્યુ હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. ઉપરાંત, કામગીરીમાં પણ ગુણવતા ન જળવાયાનો આક્ષેપ કરાયો છે. ખેડૂતોએ આ મામલે હાઇકોર્ટમાં જવાની ચીમકી આપી છે.
આ પણ વાંચો:બનાસકાંઠામા કિસાન સંઘે 2 સેન્ટર પર ખરીદી શરૂ નહીં થાય તો આંદોલનની કરવાની ચીમકી ઉચ્ચારી
આ પણ વાંચો:બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્રાટક્યું, તેલનો લાખો રૂપિયાનો જથ્થો જપ્ત કરાયો
આ પણ વાંચો:બનાસકાંઠા: ડીસામાં 80 લાખથી વધુની લૂંટ, આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો
