કૃષિ આંદોલન/ સરકારની ઉંઘ ઉડાવવા ખેડૂતો આજે ‘બ્લેક ડે’ ની કરશે ઉજવણી

નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોનાં આંદોલનને આજે 6 મહિના પૂરા થયા છે પરંતુ સરકાર દ્વારા ખેડૂતોની માંગ સ્વીકારવામાં આવી નથી અને તેથી જ ખેડૂત સંગઠનોએ આજે ​​દેશભરમાં ‘બ્લેક ડે’ ઉજવવાની હાંકલ કરી છે.

Top Stories India
Untitled 74 સરકારની ઉંઘ ઉડાવવા ખેડૂતો આજે 'બ્લેક ડે' ની કરશે ઉજવણી

નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોનાં આંદોલનને આજે 6 મહિના પૂરા થયા છે પરંતુ સરકાર દ્વારા ખેડૂતોની માંગ સ્વીકારવામાં આવી નથી અને તેથી જ ખેડૂત સંગઠનોએ આજે ​​દેશભરમાં ‘બ્લેક ડે’ ઉજવવાની હાંકલ કરી છે. ખેડૂતોએ લોકોને અપીલ કરી છે કે, આજે બધાએ તેમના ઘર અને વાહન ઉપર કાળો ધ્વજ લગાડવો જોઈએ. એક દિવસ પહેલા ભારતીય કિસાન સંઘનાં નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે સરકાર અમારી વાત સાંભળી રહી નથી, તેથી અમે બધા ‘બ્લેક ડે’ ઉજવીશું.

NHRC seeks report from three states on alleged flouting of Covid  appropriate behaviour at farmers' protests | Deccan Herald

દુર્ઘટના / ગુજરાતથી કોલંબો જતા વેપારી વહાણમાં બ્લાસ્ટ બાદ લાગેલી આગને કાબુમાં લેવા શ્રીલંકાએ ભારત પાસે માંગી મદદ

તેમણે સ્પષ્ટતા કરી છે કે, આ દિવસે કોઈ જાહેર સભા થશે નહીં. બહારથી કોઈ દિલ્હી નહી જાય. લોકો જ્યાં હશે, તેઓ બધા તેમના વાહનો પર કાળો ધ્વજ લગાડશે. ગામનાં તમામ ખેડૂતો સરકારનાં પુતળા દહન કરશે, તમામ ખેડૂત શાંતિપૂર્ણ રીતે વિરોધ કરશે. હાલમાં ખેડૂતોનાં આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને વહીવટ સંપૂર્ણ એલર્ટ પર છે. આ સંદર્ભમાં દિલ્હી પોલીસ પ્રવક્તા ચિન્મય બિસ્વાલે પણ નિવેદન જારી કર્યું છે. જેમાં તેમણે ખેડૂતોને અપીલ કરી હતી કે કોરોના રોગચાળાને પગલે કોઈ કાર્યક્રમ અથવા ભીડ એકત્રીત ન થાય.

For women farmers, it's black flags instead of masks - YesPunjab.com

ઘાતકી મહામારી / કોરોના દર્દીના મૃતદેહથી ફેલાઈ શકે છે કોરોના ? આવો જાણીએ શું કહે છે નિષ્ણાતો

આપને જણાવી દઇએ કે, ખેડૂતોનું આંદોલન કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલુ છે. રાકેશ ટીકૈતે પુનરોચ્ચાર કર્યો કે, જ્યાં સુધી સરકાર ત્રણેય કાયદા પાછા નહીં લે ત્યાં સુધી ખેડૂત આંદોલન ચાલુ રહેશે. અમને કોઈ સુધારણાની ઇચ્છા રાખતા નથી, અમે ફક્ત સરકાર આ નવો કૃષિ કાયદો નાબૂદ કરે તે જ ઇચ્છીએ છીએ. સરકારે પરામર્શ વિના કાયદો બનાવ્યો છે, આ કાયદો ગરીબ ખેડૂતોનાં મોંઢામાંંથી કોળિયો છીનવી લેશે, સરકારે તેને દરેક કિંમતે રદ કરવો પડશે. વિશેષ વાત એ છે કે આજનાં ખેડૂતોનાં પ્રદર્શનને કોંગ્રેસ સહિત 12 મોટા વિપક્ષી પાર્ટીઓએ ટેકો આપ્યો છે.

kalmukho str 21 સરકારની ઉંઘ ઉડાવવા ખેડૂતો આજે 'બ્લેક ડે' ની કરશે ઉજવણી