Political/ રાહુલ ગાંધીએ PM પર કર્યો મોટો હુમલો, કહ્યું – ” પહેલા અંગ્રેજ કંપની બહાદુર હતી અને હવે વડાપ્રધાનના..

રાહુલ ગાંધીએ હિન્દીમાં ટ્વીટ કર્યું, દેશ ચંપારણ જેવી દુર્ઘટનાનો સામનો કરી રહ્યો છે, ત્યારે બ્રિટીશ કંપની બહાદુર હતી અને હવે પીએમ મોદીની મિત્ર કંપની બહાદુર છે.

Top Stories India
a 24 રાહુલ ગાંધીએ PM પર કર્યો મોટો હુમલો, કહ્યું - " પહેલા અંગ્રેજ કંપની બહાદુર હતી અને હવે વડાપ્રધાનના..

કેન્દ્રની મોદી સરકાર દ્વારા કૃષિને લઇ બનાવવામાં આવેલા ત્રણ કાયદાઓને લઈને દિલ્હી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલનને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે.રાહુલ ગાંધીએ આંદોલનકારી ખેડૂતોની તુલના ‘સત્યાગ્રહીઓ’ સાથે કરી હતી અને કહ્યું કે, સરકાર પાસેથી તેમના હક લેવાનું ચાલુ રાખશે.

રાહુલ ગાંધીએ હિન્દીમાં ટ્વીટ કર્યું, દેશ ચંપારણ જેવી દુર્ઘટનાનો સામનો કરી રહ્યો છે, ત્યારે બ્રિટીશ કંપની બહાદુર હતી અને હવે પીએમ મોદીની મિત્ર કંપની બહાદુર છે.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, પરંતુ આંદોલનકારી ખેડૂત ‘સત્યાગ્રહી’ છે, તેઓ તેમનો અધિકાર લેશે. સત્યાગ્રહ સરકારની નીતિઓ સામે રાજકીય વિરોધ કરવાની એક પદ્ધતિ છે. મહાત્મા ગાંધીએ બ્રિટીશ શાસનની વિરુદ્ધ સત્યાગ્રહની પદ્ધતિ અપનાવી હતી.

સ્વતંત્રતા આંદોલન દરમિયાન, મહાત્મા ગાંધીએ બિહારના ચંપારણમાં 1917 માં સત્યાગ્રહ કર્યો હતો, જ્યારે તેમણે ઈન્ડીગો ખેતી કરીને ખેડુતોની મજબૂરી ખેતી સામે આંદોલન કર્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…