Jammu/ હદ તો ત્યાં થાય છે કે પોતાની પત્નીને પણ કિસ કરતાં ડર લાગે છે : ફારુક અબ્દુલ્લા

હદ તો ત્યાં થાય છે કે પોતાની પત્નીને પણ કિસ કરતાં ડર લાગે છે : ફારુક અબ્દુલ્લા

Top Stories India
corona ૧૧૧૧ 27 હદ તો ત્યાં થાય છે કે પોતાની પત્નીને પણ કિસ કરતાં ડર લાગે છે : ફારુક અબ્દુલ્લા

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા વિવાદોને કારણે હંમેશાથી ચર્ચામાં છવાયેલા રહે છે. પરંતુ ઘણીવાર તે તેમના નિવેદનમાં મજાક મસ્તી કરતા પણ જોવા મળે છે. અને તે માટે તે જાણીતા પણ છે. હાલમાં જ એક કાર્યક્રમમાં ફારૂક અબ્દુલ્લા આવા જ મજાકિયા મૂળમાં જોવા મળ્યા હતા. અને કોરોના વિષે જાહેરમાં મજાક ભરી ટીપ્પણી કરી દીધીહતી. તેમણે કોરોનાના સંકટ અંગે મજાક કરી. ફારૂકે કહ્યું કે આપણે એવા સમયમાં જીવીએ છીએ કે જ્યાં પત્નીને પણ કિસ કરતા ડર લાગે છે.

ફારૂક અબ્દુલ્લાની આ મજાકએ પ્રોગ્રામમાં ખૂબ હાસ્ય ઉત્પન્ન કર્યું હતું. ખરેખર, પૂર્વ કેન્દ્રીય પ્રધાન જમ્મુની એક કાર્યક્રમમાં બોલતા હતા, જ્યાં તેમણે કોરોના સંકટનો પણ ઉલ્લેખ કર્યો હતો. દરમિયાન ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, ‘અમે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં કોઈ સાથે હસ્ત ધૂનન નથી કરી શકતા હદ તો ત્યાં થાય છે કે પોતાની પત્નીને પણ કિસ કરતાં ડર  લાગે છે.

ફારૂક અબ્દુલ્લાએ અહીં કોરોના રસી વિશે પણ ચર્ચા કરી અને કહ્યું કે તેમને આશા છે કે સરકારે માન્ય કરેલી રસી સામાન્ય લોકોને રાહત આપશે.

Vaccine / કોવિડ રસી મુકાવ્યાના બીજા જ દિવસે વોર્ડ બોયનું મોત, પરિવારના…

Weather / હજુ ઠંડીથી રાહત નહીં મળે, ઘણા રાજ્યો હજી ગાઢ ધુમ્મસની લપેટમા…

Navsari / ઈકો પોઇન્ટની મજા બની મોત ની સજા, બોટ પલ્ટી ખાઈ જતા ત્રણ માસુ…

તમને જણાવી દઈએ કે ફારુક અબ્દુલ્લા સતત ચર્ચામાં રહે છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી તેમના પર થતી એજન્સીઓની કાર્યવાહીને કારણે તેઓ હેડલાઇન્સ બનાવી રહ્યા છે. ફારૂક અબ્દુલ્લાનું નામ જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા એક કૌભાંડમાં આવ્યું હતું, જેના પર એજન્સીઓ સતત તેની પર સવાલ ઉભા કરે છે. આ સિવાય તાજેતરમાં જ તેણે કાશ્મીરના ઘણા પક્ષો સાથે ગુપ્ત જોડાણ રચ્યું છે, જેમાંથી તે અધ્યક્ષ  છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…