અફઘાનિસ્તાન/ તાલિબાન પ્રત્યે ફારૂક અબ્દુલ્લાનો પ્રેમ બહાર આવ્યો, કહ્યુ- સુશાસનની છે આશા

જમ્મુ -કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સનાં વડા ફારૂક અબ્દુલ્લાએ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર અંગે એક મોટું નિવેદન આપ્યું છે.

Top Stories India
1 163 તાલિબાન પ્રત્યે ફારૂક અબ્દુલ્લાનો પ્રેમ બહાર આવ્યો, કહ્યુ- સુશાસનની છે આશા

અફઘાનિસ્તાનમાં તાલિબાન ફરી એક વખત પરત ફર્યુ છે અને હવે અહી નવી સરકારની રચનાની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન, જમ્મુ -કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સનાં વડા ફારૂક અબ્દુલ્લાએ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર અંગે એક મોટું નિવેદન આપ્યું છે. ફારુક અબ્દુલ્લાએ તાલિબાન તરફથી સુશાસન માટે આશા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો – વિરોધ પ્રદર્શન / અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનનાં હસ્તક્ષેપ વચ્ચે કાબુલમાં ગુજ્યા ‘પાકિસ્તાન મુર્દાબાદ’ નાં નારા

આપને જણાવી દઇએ કે, ફારુક અબ્દુલ્લાએ અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારની રચના અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ફારુક અબ્દુલ્લાએ કહ્યું છે કે, તાલિબાન ઇસ્લામિક સિદ્ધાંતોનાં આધારે સરકારને સારી રીતે ચલાવશે. મોટી વાત એ છે કે બિનસાંપ્રદાયિક દેશોનાં નેતા ફારૂક અબ્દુલ્લા ઇસ્લામિક સિદ્ધાંતોની સરકારની તરફેણ કરી રહ્યા છે. મીડિયા સાથે વાત કરતા નેશનલ કોન્ફરન્સ (NC) નાં પ્રમુખ અને લોકસભાનાં સભ્ય ડો.ફારુક અબ્દુલ્લાએ કહ્યું, “અફઘાનિસ્તાન એક અલગ દેશ છે. હવે તેઓએ દેશ સંભાળવાનો છે. મને આશા છે કે તેઓ દરેક સાથે ન્યાય કરશે અને સારી સરકાર ચલાવશે. સારી સરકાર ઇસ્લામિક સિદ્ધાંતો પર ચાલશે. તેઓએ દરેક દેશ સાથે સારા સંબંધો બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. જણાવી દઇએ કે, તાલિબાને મંગળવારે જાહેરાત કરી હતી કે, મુલ્લા મોહમ્મદ હસન અખુંદ અફઘાનિસ્તાનની નવી સરકારનાં નેતા હશે. ઉગ્રવાદી ઇસ્લામિક જૂથે રાજધાની કાબુલ સહિત અફઘાનિસ્તાનનાં મોટા ભાગનો કબજો લીધાનાં બે સપ્તાહ બાદ આ નિર્ણય આવ્યો છે. અખુંદ હાલમાં તાલિબાનની શક્તિશાળી નિર્ણય લેતી સંસ્થા રહબારી શૂરા અથવા નેતૃત્વ પરિષદનાં વડા છે. તે તાલિબાનનું જન્મસ્થળ કંધાર સાથે સંબંધ ધરાવે છે અને સશસ્ત્ર ચળવળનાં સ્થાપકોમાંનો એક છે.

આ પણ વાંચો – અફઘાનિસ્તાન / પંજશીર ખીણના લોકોએ કહ્યું – તાલિબાન જૂઠું બોલી રહ્યું છે, અમે હજુ પણ આઝાદ છીએ

જણાવી દઇએ કે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાનાં આ નિવેદનથી સત્તાધારી પાર્ટી ભાજપ ખરાબ રીતે ગુસ્સે ભરાયું હતું. ભાજપનાં નેતા અને જમ્મુ -કાશ્મીરનાં પૂર્વ ડેપ્યુટી CM નિર્મલ સિંહે કહ્યું કે, તાલિબાન મહિલાઓ અને લઘુમતીઓ પર અત્યાચાર કરી રહ્યું છે, પરંતુ ફારુક અબ્દુલ્લા તેમનો પક્ષ લઈ રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, અમેરિકાએ અફઘાનિસ્તાન છોડ્યાનાં 20 વર્ષ બાદ તાલિબાન ફરી એક વખત પરત ફર્યું છે. વિશ્વનાં લગભગ તમામ દેશોએ અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી પર ચિંતા વ્યક્ત કરી છે. વળી, તાલિબાને નવી અફઘાન સરકારની રચનાની જાહેરાત કરી છે. અફઘાનિસ્તાનમાં કાર્યવાહક સરકાર હશે જેના મુખિયા મુલ્લા મુહમ્મદ હસન અખુંદ હશે. નવી સરકારમાં કુલ 33 મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે, જોકે તેમાં એક પણ મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો નથી.