Not Set/ મોત સામે ઝઝૂમી રહેલી આ વ્યક્તિ કોરોના દર્દીઓને એવી સારવાર કરી રહ્યા છે કે ઈશ્વર પણ આપશે સલામી

ફારૂકભાઈ મોદન છેલ્લા દોઢ વર્ષથી બ્લડ કેન્સરથી પીડિત છે અને દવાઓ અને થેરાપી પર પોતે મોત સામે જંગ લડી રહ્યા છે.

Top Stories Gujarat Others Trending
krishna 10 મોત સામે ઝઝૂમી રહેલી આ વ્યક્તિ કોરોના દર્દીઓને એવી સારવાર કરી રહ્યા છે કે ઈશ્વર પણ આપશે સલામી

ફારૂકભાઈ મોદન છેલ્લા દોઢ વર્ષથી બ્લડ કેન્સરથી પીડિત છે અને દવાઓ અને થેરાપી પર પોતે મોત સામે જંગ લડી રહ્યા છે.

કોરોના મહામારીમાં દિવસેને દિવસે ભયંકર સ્વરૂપ લઈ રહ્યું છે અને ઘણા લોકોએ આ વાયરસથી અનેક સુવિધાઓ પણ મળવાથી મોત ને ભેટ્યા છે ત્યારે રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકામાં એક એવા વ્યક્તિ છે કે જે પોતે મોત સામે ઝઝૂમી રહ્યા છે અને કોરોના દર્દીઓને એવી સારવાર કરી રહ્યા છે કે ઈશ્વર પણ સલામી આપશે. આવો જાણીએ કોણ છે આ વ્યક્તિ.

કોરોના દર્દીઓ માટે નિશુલ્ક એમ્બ્યુલન્સ સેવા

હાલની પરિસ્થતિને જોતા જેતપુરમાં કોરોના ના દર્દીઓને કોઇપણ હોસ્પીટલમાં આવવા જવા માટે એમ્બ્યુલન્સ નથી મળી રહી જેના કારણે લોકો હોસ્પિટલ સુધી નથી પોહચી શકતા અને આખરે મોતને ભેટી રહ્યા છે. પરંતુ આ દર્દ જોઈ જેતપુર નવાગઢ વિસ્તારમાં રહેતા ફારૂકભાઈ મોદન સહી નાં શક્યા. અને પોતે જ ગ્રુપ પાસેથી મદદ લઈ બે ગાડીઓ લીધી અને એની એમ્બ્યુલન્સ બનાવી દીધી.

krishna 11 મોત સામે ઝઝૂમી રહેલી આ વ્યક્તિ કોરોના દર્દીઓને એવી સારવાર કરી રહ્યા છે કે ઈશ્વર પણ આપશે સલામી

આ તો વાત થઇ ફારૂકભાઈની સેવાની પરતું સોંથી મહત્વની વાત તો એ છે કે જે માણસ સેવા કરી રહ્યો છે તે પોતે જ મોત સામે ઝઝૂમી રહ્યો છે. ફારૂકભાઈ મોદન છેલ્લા દોઢ વર્ષથી બ્લડ કેન્સરથી પીડિત છે અને દવાઓ અને થેરાપી પર પોતે મોત સામે જંગ લડી રહ્યા છે.  ત્યારે ફારૂકભાઈ પોતે મોત સામે લડી રહ્યા હોવા છતાં તેમના પુત્ર મુકતાર સાથે દિવસ રાત જોયા વગર કોરોના દર્દીઓની પાસે એક પણ રૂપિયો લીધા વગર હોસ્પિટલ પોહચાડી રહ્યા છે.અને સેવા આપી રહ્યા છે. 

કહેવાય છે કે મન હોય તો માળવે જવાય આ કહેવતને સાર્થક કરી છે ફારૂકભાઈ અને તેમના પરિવારે કારણ કે આ કપરા સમયમાં કોરોના નામથી લોકો દુર ભાગી રહયા છે ત્યારે ફારૂકભાઈ અને તેમનો પુત્ર મુસ્તાક ફોન આવે એટલે તરતજ કોરોના દર્દીઓને ઘરેથી લઈ રાજકોટ, જુનાગઢ , સાંકળી તેમજ આજુબાજુની હોસ્પીટલમાં સારવાર માટે પોહ્ચાડે છે અને અત્યાર સુધીમાં ફારુકભાઈએ 50 જેટલા દર્દીઓને રાજકોટ-જુનાગઢ પોહ્ચાડ્યા છે. અને જેતપુરમાં પણ તેમની એમ્બ્યુલન્સ દિવસ રાત આ સેવામાં ચાલી રહી છે ફારૂકભાઈની આ એબ્યુલન્સની સેવાથી ઘણા જીવો બચ્યા છે ત્યારે મોત સામે ઝઝૂમી રહેલા ફારૂકભાઈએ પોતાની ચિંતા કર્યા વગર આવી સેવા કરી એક ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.