IPL 2021/ ઝડપી બોલર નટરાજનના ગોઠણની થઈ સર્જરી, BCCI એ પાઠવી શુભકામના

ભારત અને સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) ના ઝડપી બોલર ટી નટરાજનની ઘૂંટણની સર્જરી થઈ છે. નટરાજનને ઘૂંટણની ઈજાના કારણે આઈપીએલ 2021 માં આઉટ થયો હતો. ત્યારબાદ ઝડપી બોલરે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)

Trending Sports
natrajan operation 1 ઝડપી બોલર નટરાજનના ગોઠણની થઈ સર્જરી, BCCI એ પાઠવી શુભકામના

ભારત અને સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) ના ઝડપી બોલર ટી નટરાજનની ઘૂંટણની સર્જરી થઈ છે. નટરાજનને ઘૂંટણની ઈજાના કારણે આઈપીએલ 2021 માં આઉટ થયો હતો. ત્યારબાદ ઝડપી બોલરે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ), સર્જનો અને ડોકટરોનો આભાર માન્યો હતો. એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેણે કહ્યું કે, આજે મારી ઘૂંટણની સર્જરી થઈ છે અને હું તબીબી ટીમ, સર્જનો, ડોકટરો, નર્સો અને સ્ટાફનો આભારી છું. હું બીસીસીઆઈ અને તે બધા લોકોનો આભારી છું કે જેમની મને જલ્દી સ્વસ્થ થાવ તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. ઝડપી બોલર જાણે છે કે તેની ક્રિકેટ ક્ષેત્રે પરત ફરવામાં થોડો સમય લાગશે, પરંતુ તે મજબૂત અને સંપૂર્ણ રીતે ફીટ રહીને મેદાનમાં પાછા ફરવાની રાહમાં છે.

Why is there a heart image on the BCCI (cricket logo)? - Quora

બીસીસીઆઈએ તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે ટીમ ઈન્ડિયા તેને વહેલી તકે પાછો ફરતો જોવા માંગશે. હૈદરાબાદ પણ તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવે છે. 30 વર્ષના ડાબા હાથના ઝડપી બોલરે આ સિઝનમાં હૈદરાબાદ તરફથી આઈપીએલ માટે માત્ર બે મેચ રમી હતી અને માત્ર બે વિકેટ લીધી હતી. ગયા વર્ષે આઈપીએલમાં નટરાજને હૈદરાબાદ તરફથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 16 મેચમાં 16 વિકેટ લીધી હતી. ખાસ કરીને ડેથ ઓવરમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું. આ કારણે તેને ઓસ્ટ્રેલિયા રાઉન્ડમાં ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું હતું. તેણે આ તકને તેણે શાનદાર ગણાવી હતી.

IPL 2021: SRH's T Natarajan undergoes knee surgery, says he is 'grateful'  to all

 જણાવી દઈએ કે આઇપીએલ 2021 માં ડેવિડ વોર્નરની કપ્તાનવાળી હૈદરાબાદની ટીમ પાંચ મેચોમાં ફક્ત એક જ મેચ જીતી શકી હતી. ટીમ પોઇન્ટ ટેબલમાં બે પોઇન્ટ સાથે આઠમા સ્થાને છે. આ ટીમનો મુકાબલો બુધવારે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) સાથે થશે. ચેન્નાઈની ટીમ ફોર્મમાં દેખાઈ રહી છે. તે આઠ પોઇન્ટ સાથે પાંચ મેચમાંથી ચાર મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં પ્રથમ છે.

s 6 0 00 00 00 1 ઝડપી બોલર નટરાજનના ગોઠણની થઈ સર્જરી, BCCI એ પાઠવી શુભકામના