Biperjoy/ વાવાઝોડા દરમિયાન ભાવનગરમાં પિતાપુત્રના મોત

વાવાઝોડાના કારણે કચ્છ અને દ્રારકા અને જામનગરમાં સૌથી વધુ નુકસાન થયું છે. ભાવનગરમાં બે લોકોએ જીવ ગુમાવ્યાં છે. મોટાપાયે પશુધનને પણ નુકસાન થયું છે.  ભાવનગર જિલ્લામાં પૂરના ખાડામાં ફસાયેલી તેમની બકરીઓને બચાવવાના પ્રયાસમાં પિતા અને પુત્રનું મોત થયું છે હતા.

Top Stories Gujarat
Biperjoy Bhavnagar વાવાઝોડા દરમિયાન ભાવનગરમાં પિતાપુત્રના મોત

વાવાઝોડાના કારણે કચ્છ અને દ્રારકા અને Biperjoy જામનગરમાં સૌથી વધુ નુકસાન થયું છે. ભાવનગરમાં બે લોકોએ જીવ ગુમાવ્યાં છે. મોટાપાયે પશુધનને પણ નુકસાન થયું છે.  ભાવનગર જિલ્લામાં પૂરના ખાડામાં ફસાયેલી તેમની બકરીઓને બચાવવાના પ્રયાસમાં પિતા અને પુત્રનું મોત થયું છે હતા. આ સાથે જ દેવભૂમિ દ્વારકામાં પણ વૃક્ષો પડવાથી ત્રણ લોકો ઘાયલ થયા છે. હાલ તોફાન 13-14 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. જે રાજસ્થાન તરફ વધી રહ્યું છે. વાવાઝોડાને કારણે આજે પણ કચ્છ, દ્વારકા અને જામનગરમાં ભારે પવન Biperjoy સાથે વરસાદ પડશે.વાવાઝડુ ગઇકાલે સાંજે સૌરાષ્ટ્ર કચ્છમાંથી પસાર થયું છે. વાવાઝોડાના કારણે રાજ્યમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા તો હજારો વૃક્ષો ધરાશાયી થયા છે. કચ્છમાં અનેક વિસ્તારમાં અનેક ઠેકાણે વીજળી ગુલ છે.

કાલ કરતાં પવનની ગતિ ઓછી રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં Biperjoy ભારથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ રહી શકે છે. હજુ પણ ફિશરમેન વોર્નિંગ યથાવત  છે. તેમજ દરિયામાં Lcs 3 સિગ્નલ લગાવાશે. આ પહેલા ગ્રેડ લાઈન 9 અને ગ્રેડ લાઈન 10 સિગ્નલ આપવામાં આવ્યું હતું જે હટાવવામાં આવશે. Lcs 3 સિગ્નલ નો મતલબ હજુ પણ પૂર આવવાની શક્યતા રહેલી છે.

વેરી સિવિયર સાયકલોનીક સ્ટોર્મ ઉત્તર પૂર્વ થી સૌરાષ્ટ્ર Biperjoy કચ્છ કોસ્ટ ક્રોસ કર્યું હતું. જખૌ પોર્ટ પાસે રાત્રે 10.30 થી 11.30 વાગ્યા દરમિયાન ક્રોસ કર્યું હતું. રાત્રે 11 વાગ્યાથી 11:30 સુધી લેન્ડ ફોલ પ્રોસેસ રહી હતી. લેન્ડફોલ સમયે 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાક થી લઈને 140 કિલોમીટર સુધી પવન રહ્યો હતો. વાવાઝોડાને કારણે આજે પણ કચ્છ, દ્વારકા અને જામનગરમાં ભારે પવન સાથે વરસાદ પડશે.વાવાઝડુ ગઇકાલે સાંજે સૌરાષ્ટ્ર કચ્છમાંથી પસાર થયું છે. વાવાઝોડાના કારણે રાજ્યમાં બે લોકોએ જીવ ગુમાવ્યા તો હજારો વૃક્ષો ધરાશાયી થયા છે. કચ્છમાં અનેક વિસ્તારમાં અનેક ઠેકાણે વીજળી ગૂલ છે.

 

આ પણ વાંચોઃ Biperjoy/ બિપરજોય વાવાઝોડાએ માંડવીમાં તારાજી સર્જીઃ 940 ગામોમાં વીજળી ગુલ

આ પણ વાંચોઃ IMD એલર્ટ/ ચક્રવાત બિપરજોયની જોવા મળશે અસર, દિલ્હી સહિત આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

આ પણ વાંચોઃ Biperjoy/ વાવાઝોડાના પગલે કચ્છમાં કમઠાણઃ 400થી વધુ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો