Political/ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ થવાના એંધાણ,શિવસેનાથી નારાજ આ દિગ્ગજ નેતા સાથે 13 ધારાસભ્યો સુરતમાં!

શિવસેનાના એકનાથ સિંદે સુરતની એક ખાનગી હોટલમાં રોકાયાની ચર્ચા ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમની સાથે 13 ધારાસભ્યો પણ સાથે છે

Top Stories India
12 23 મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ થવાના એંધાણ,શિવસેનાથી નારાજ આ દિગ્ગજ નેતા સાથે 13 ધારાસભ્યો સુરતમાં!
  • મહારાષ્ટ્રની રાજનીતિના મોટા સમાચાર
  • મહારાષ્ટ્ર શિવસેનાના એકનાથ શિંદે સંપર્ક વિહોણા
  • સોમવારની સાંજથી થયા છે સંપર્ક વિહોણા
  • સુરતની એક ખાનગી હોટલમાં રોકાયા હોવાની ચર્ચા
  • 13 જેટલા ધારાસભ્યો પણ સાથે હોવાની વાત
  • શિવસેનાથી નારાજ છે ધારાસભ્યો
  • ગુજરાતના મોટા નેતા સાથે મિટિંગની ચર્ચા
  • હોટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

મહારાષ્ટ્રમાં રાજકારણને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે, રાજકીય સમીકરણ બદલાઇ રહ્યા છે.શિવસેનાના નેતા એકનાથ સિંદે હાલ સંપર્ક વિહોણા છે, રાજકીય ઉછલપાથલ થવાની તૈયારીઓનો સંકેત જોવા મળી રહ્યો છે.મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે સંબધ સારા નથી એકબીજા સાથે કટ્ટર હરિફ જેમ વર્તી રહ્યા છે. શિવસેનાના એકનાથ સિંદે કઇ મોટું કરવા જઇ રહ્યા છે. તે સમોવારથી સંપ્રક વિહોણા છે.

શિવસેનાના એકનાથ સિંદે સુરતની એક ખાનગી હોટલમાં રોકાયાની ચર્ચા ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમની સાથે 13 ધારાસભ્યો પણ સાથે છે.તે ઘણા સમયથી શિવસેનાથી નારાજ છે. ગુજરાતના દિગ્ગજ નેતા સાથે વાતચીત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલ આ નેતા જ્યા રોકાયા છે ત્યાં યુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.