Not Set/ 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે, દુનિયાભરમાં વધી રહ્યો છે કેન્સરનો વ્યાપ

ગ્લોબોકેનના એક અંદાજ પ્રમાણે વર્ષ 2030 સુધીમાં કેન્સરના અંદાજે 2 કરોડ 15 લાખ જેટલા કેસ નોંધાશે. ગ્લોબોકેનના આંકડા પ્રમાણે વર્ષ 2020માં ભારતમાં કેન્સરના 13 લાખ કેસ જોવા મળ્યા.

Top Stories Gujarat
કેન્સર 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે, દુનિયાભરમાં વધી રહ્યો છે કેન્સરનો વ્યાપ

દુનિયાભરમાં કેન્સર રોગનો વ્યાપ વધી રહ્યો છે. કેન્સર જેવા ભયાવહ રોગ સામે જનજાગૃતિ લાવવા અને વિશ્વમાં કેન્સરનું પ્રમાણ ઘટાડવાના હેતુથી 4 ફેબ્રુઆરીના દિવસને વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

  • 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે
  • દુનિયાભરમાં કેન્સર રોગનો વ્યાપ વધી રહ્યો છે
  • આ વર્ષે વલ્ડ કેન્સર ડેની થીમ : “ક્લોઝ ધ કેર ગેપ”
  • 2020માં ભારતમાં કેન્સરના 13 લાખ કેસ
  • વિશ્વમાં 2020માં 1 કરોડ 93 લાખ કેસ નોંધાયા
  • ગુજરાતમાં કેન્સરના 50 ટકા દર્દીઓમાં ગર્ભાશયના મુખ, સ્તન અને મોઢાનું કેન્સર

વિશ્વ આરોગ્ય સંસ્થાના તાજેતરના આંકડા પ્રમાણે સમગ્ર વિશ્વમાં વર્ષ 2020માં 1 કરોડ 93 લાખ નવા કેસ નોંધાયા છે. જેમાં 99 લાખ જેટલા દર્દીઓના મૃત્યુ થયા છે. ગ્લોબોકેનના એક અંદાજ પ્રમાણે વર્ષ 2030 સુધીમાં કેસરના અંદાજે 2 કરોડ 15 લાખ જેટલા કેસ નોંધાશે. ગ્લોબોકેનના આંકડા પ્રમાણે વર્ષ 2020માં ભારતમાં કેન્સરના 13 લાખ કેસ જોવા મળ્યા. ગ્લોબોકેન રીસર્ચનું માનવું છે કે, આ આંકડો 2030માં વધીને 15 લાખે પહોંચશે.

આ વર્ષે “ક્લોઝ ધ કેર ગેપ” એટલે કે કેન્સરની સારવારમાં અંતર ઘટાડીએ થીમ આધારીત કેન્સર દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ક્લોઝ ધ કેર ગેપ કેમ્પેઇનનો હેતુ વિશ્વભરમાં કેન્સરની સારસંભાળમાં રહેલી અસમાનતાઓને સમજવા માટેનો છે.

કેન્સર 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે, દુનિયાભરમાં વધી રહ્યો છે કેન્સરનો વ્યાપ

કેન્સર સ્ક્રીનીંગ એટલે શું ?

પ્રાથમિક તબક્કે કેન્સરના લક્ષણોની તપાસ કરવાને સ્ક્રીનીંગ કહે છે. ઓરલ કેન્સર,બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરનું સ્ક્રીનીંગ શક્ય છે. તમાકુ, ધુમ્રપાન કે અન્ય પ્રકારનું વ્યસન કરતા વ્યક્તિના મોઢાની તપાસ કરીને ઓરલ કેન્સરનું નિદાન કરી શકાય છે. સ્ત્રીઓમાં સ્તનના કેન્સરનું પ્રમાણ વધતુ જોવા મળી રહ્યું છે. જેના માટે મેમોગ્રાફી અને સોનોગ્રાફી જેવા ટેસ્ટ ઉપલબ્ધ છે. સ્તન કેન્સરના નિદાન માટે ઘરે બેઠા પણ જાત તપાસ કરી શકાય છે.

ગુપ્ત નવરાત્રિ / 3જી ફેબ્રુઆરીએ શુભ યોગમાં દેવી પાર્વતીની પૂજા કરો અને આ કાર્યથી ઘરમાં સુખ, સમૃદ્ધિ જળવાઈ રહેશે

આસ્થા / ભગવાન ગણેશની પીઠના દર્શન કેમ ન કરવા જોઈએ

ગુપ્ત નવરાત્રી / ગુપ્ત સિદ્ધિઓ મેળવવા માટે ગુપ્ત નવરાત્રિમાં આ 10 મહાવિદ્યાઓની કરો પૂજા

ગુપ્ત નવરાત્રી / બુધાદિત્ય યોગમાં શરૂ થશે ગુપ્ત નવરાત્રિ, આ 9 દિવસોમાં કયો દિવસ રહેશે શુભ

Life Management / ટાપુ પર રહેતા ગીધને વૃદ્ધ ગીધે આપી સલાહ, પરંતુ આ યુવા ગીધોએ સલાહ ના સાંભળી અને  પરિણામ..