ધાર્મિક/ કોમી એકતાનું પ્રતિક એટલે 400 વર્ષ જૂનું “મિયા મહાદેવના મંદિર”

કચ્છની કોમી એકતા જગવિખ્યાત છે ત્યારે સરહદી કચ્છમાં એક અદભુત શિવાલય આવેલું છે જે કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કચ્છના માંડવી તાલુકાના ભાડીયા ગામે આવેલું શિવાલય કોમી એકતાના પ્રતીક સમાન

Gujarat Others Dharma & Bhakti
nitin patel 35 કોમી એકતાનું પ્રતિક એટલે 400 વર્ષ જૂનું "મિયા મહાદેવના મંદિર"

@કૌશિક છાયા, કચ્છ

કચ્છની કોમી એકતા જગવિખ્યાત છે ત્યારે સરહદી કચ્છમાં એક અદભુત શિવાલય આવેલું છે જે કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કચ્છના માંડવી તાલુકાના ભાડીયા ગામે આવેલું શિવાલય કોમી એકતાના પ્રતીક સમાન છે કારણકે આ શિવાલય સોદાગરે બંધાવેલું છે તેમજ શિવ મંદિરની બાજુમાં જ પીરની દરગાહ છે બંને ધાર્મિક સ્થળો બાજુમાં છે અને એક જ દરવાજો છે આ સ્થળને અહીંના લોકો મિયા મહાદેવના મંદિરના નામે ઓળખે છે

nitin patel 36 કોમી એકતાનું પ્રતિક એટલે 400 વર્ષ જૂનું "મિયા મહાદેવના મંદિર"

આ મંદિર 400 વર્ષ જૂનું છે ઇતિહાસની જો વાત કરીએ તો ગુંદીયાળી ગામના શેઠ સુંદરજી સોદાગરે આ સ્થળે મહાદેવની તપસ્યા કરી હતી જેથી મહાદેવ પ્રસન્ન થયા હતા બાદમાં તેને ઘોડાના વેપારમાં અપ્રતિમ સફળતા મળી હતી સોદાગર પર શિવજી પ્રસન્ન થતા તેણે અહીં ભવ્ય મંદિર બનાવી આપ્યું હતું આજે અહીં હિન્દુઓની સાથે મુસ્લિમ ભક્તો પણ ભોલેનાથના દર્શન માટે આવે છે જે ખાસ બાબત છે

important news / LPG સિલેંડર પર હવે મળશે ઇન્સ્યોરન્સ કવર, દુર્ઘટનામાં મળશે વળ…

આ મિયા મહાદેવના મંદિર વચ્ચે એક જ દરવાજો છે જે ક્યારેય બંધ થતો નથી જો તે બંધ કરવામાં આવે તો આપોઆપ ખુલી જાય છે આવા અનેક ચમત્કારો ભક્તોએ જોયા છે નાગનાથ મહાદેવ મંદિરની બાજુમાં ભઠોરાપીરની દરગાહ છે ભઠોરા પાકિસ્તાનથી અહીં આવ્યા હતા અને આ સ્થળને આસ્થાન બનાવ્યું હતું જૈન અને વિષ્ણુ સમાજ દ્વારા દર વર્ષે પહેડી પણ યોજવામાં આવે છે
એકબાજુ શિવાલય અને બીજીબાજુ પીર આવું ગુજરાતમાં સંભવત ક્યાંય જોવા નહીં મળે…