પંજાબ નેશનલ બેંકની લોન લઈને દેવાળું ફૂંકનાર અને દેવાળિયા કાયદાના તપાસ રિપોર્ટમાં ફરાર થઈને અમેરિકા પહોંચી ગયેલા કૌભાંડી કારોબારી નિરવ મોદી વિરુદ્ધના કેસમાં ભારતને વધુ બળ મળ્યું છે. આ તપાસ રિપોર્ટમાં જણાવાયું છે કે, એવી ત્રણ દેવાળિયા કંપનીનો ખુલાસો થયો છે જેની સાથે નિરવ મોદી જોડાયેલો છે.
દેવાળિયા મામલાઓની તપાસ કરી રહેલા જોન કાર્નીએ પોતાના રિપોર્ટમાં એવો દાવો કર્યો છે કે નિરવ મોદીએ શેલ કંપનીઓના માધ્યમથી અનેક નકલી લેવડ-દેવડ કરી છે. મોદીએ ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ક, એ.જાફે ઈન્ક અને ફેન્ટસી ઈન્કનો સહારો લેતા રાઉન્ડ ટ્રિપિંગ કરી હતી અને બનાવટી લેવડ-દેવડ કરી હતી.
અમેરિકાના તપાસ રિપોર્ટમાં એવું કહેવાયું છે કે, આ હિરાની વાસ્તવિક કિંમત એક લાખ 83 હજાર ડોલર (1.29 કરોડ રૂપિયા)ની હતી. પરંતુ તેને વારંવાર વેચીને નિરવ મોદીએ તેની કિંમત 11 લાખ અમેરિકી ડોલર (સાત કરોડ 79 લાખ રૂપિયાથી વધુ) પહોંચાડી દીધી હતી.
આ જ પ્રકારે રાઉન્ડ ટ્રિપિંગના માધ્યમથી પૈસા બનાવનારા નિરવ મોદીએ અમેરિકાના રિયલ એસ્ટેટ માર્કેટમાં લગભગ બે કરોડ પચાસ લાખ ડોલર (અંદાજે પોણા બે અબજ રૂપિયા)નું રોકાણ કર્યું હતું. રાઉન્ડ ટ્રિપિંગ કરતાં નિરવે 2011થી 2017 વચ્ચે અબજો ડોલર બનાવ્યા હતાં. આ સમય દરમિયાન તેણે પંજાબ નેશનલ બેન્કમાં 13000 કરોડ રૂપિયાનું કૌભાંડ પણ આચર્યું હતું.