Not Set/ ફેંગશુઈ ટિપ્સઃ માન સન્માન પ્રાપ્ત કરવું  છે તો અપનાવો આ સરળ ઉપાય

ફેંગશુઇના ઉપાય તમને સન્માન તથા પ્રસિદ્ધી મેળવવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. નાના ઉપાયો તમને  ન ફક્ત વેપારમાં પરંતુ  તમામ રીતે સુખના અધિપતિ બનાવે છે.  તો આવો જાણીએ  એવા સરળ ઉપાય.ફેંગશુઇમાં દક્ષિણ દિશાનું ઘણું મહત્વ છે તેથી તેના ઉપાય પણ દક્ષિણ દિશાને લગતા જ મોટાભાગે હોય છે. દક્ષિણ દિશામાં  સંધ્યાકાળે નિયમિતપણે લાલ પ્રકાશ આપતો બલ્બ […]

Lifestyle
red candle ફેંગશુઈ ટિપ્સઃ માન સન્માન પ્રાપ્ત કરવું  છે તો અપનાવો આ સરળ ઉપાય

ફેંગશુઇના ઉપાય તમને સન્માન તથા પ્રસિદ્ધી મેળવવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. નાના ઉપાયો તમને  ન ફક્ત વેપારમાં પરંતુ  તમામ રીતે સુખના અધિપતિ બનાવે છે.  તો આવો જાણીએ  એવા સરળ ઉપાય.ફેંગશુઇમાં દક્ષિણ દિશાનું ઘણું મહત્વ છે તેથી તેના ઉપાય પણ દક્ષિણ દિશાને લગતા જ મોટાભાગે હોય છે.

દક્ષિણ દિશામાં  સંધ્યાકાળે નિયમિતપણે લાલ પ્રકાશ આપતો બલ્બ ચાલુ કરવો. જો બલ્બ લાકડાના ટેબલ લેમ્પમાં લાગેલો હોય તો તે ઘણું ઉત્તમ રહેશે.

ઘર અથવા ઓફિસની દક્ષિણ દિશાના ભાગમાં નવ લાલ મીણબત્તી લગાવવાથી ખ્યાતિ વધે છે.

ઓફિસ કે ઘરની દક્ષિણ દિશામાં લાલ રંગનું ફર્નિચર લગાવવુ. લાલ રંગના પડદા અને  ફોટો સારું ફળ આપે છે.

તેમજ દક્ષિણ દિશામાં  9 રોડવાળી લાકડીનું વિન્ડચામ પણ લટકાવી શકાય જે હકારાત્મક ઉર્જાને પ્રવેશ આપે છે.

ઓફિસના ટેબલ પર દક્ષિણ ભાગમાં  એક ક્રિસ્ટલ ગ્લોબ રાખો જેનાથી દૂર દૂર સુધી તમારે વેપારની  નામના વિસ્તરશે.

દક્ષિણ દિશામાં જળ સ્ત્રોત કે પાણી સંબંધિત ચિત્રો કે ફોટા ન રાખવા. ઉદાહરણ તરીકે દરિયો, ધોધ, નદી વગેરેના ફોટા.

તમારા કાર્યસ્થળે ટેબલ પર એક ડ્રેગન રાખો જેની કમર પર બેઠેલો કાચબો હોય. તેના કારણે તમને લોકોની મદદ મળશ અને વિરોધીઓ પર તમે વિજય મેળવી શકશો.

સંસ્થા અથવા ફર્મની પ્રસિદ્ધી માટે  કાર્યાલયની દક્ષિણ દિશામાં તમારી સંસ્થા કે ફર્મનું નામ આછી લીલા રંગના બેકગ્રાઉન્ડમાં લાલ રંગથી લખીને ટિંગાડી દેવું