Not Set/ christmas special: આ નાતાલ પર ઘરે ટ્રાય કરો પાઈનેપલ ચોકલેટ કેક

સામગ્રી એક કપ મેંદો 250 ગ્રામ આઇસિંગ શુગર એક કપ ક્રીમ એકથી સવા કપ કેસ્ટર શુગર એક ચમચી પાઇનેપલ એસેન્સ 3 મોટી ચમચી પાઇનેપલનો રસ 2 મોટી ચમચી ફ્રેશ ક્રીમ 2 મોટી ચમચી ચોકલેટની ચિપ્સ એક ચમકી ઓગળેલું માખણ એક ચમચી બેકિંગ પાવડર 1 કપ કોકો પાવડર બનાવાની રીત: સૌથી પ્રથમ ક્રીમ અને ખાંડ મિક્સ […]

Lifestyle
bnm christmas special: આ નાતાલ પર ઘરે ટ્રાય કરો પાઈનેપલ ચોકલેટ કેક

સામગ્રી

એક કપ મેંદો

250 ગ્રામ આઇસિંગ શુગર

એક કપ ક્રીમ

એકથી સવા કપ કેસ્ટર શુગર

એક ચમચી પાઇનેપલ એસેન્સ

3 મોટી ચમચી પાઇનેપલનો રસ

2 મોટી ચમચી ફ્રેશ ક્રીમ

2 મોટી ચમચી ચોકલેટની ચિપ્સ

એક ચમકી ઓગળેલું માખણ

એક ચમચી બેકિંગ પાવડર

1 કપ કોકો પાવડર

બનાવાની રીત:

સૌથી પ્રથમ ક્રીમ અને ખાંડ મિક્સ કરી લો અને તેને ફેંટો. પછી મેંદો, અડધો કપ કોકો પાવડર અને બેકિંગ પાવડર ક્રીમના મિશ્રણમાં નાંખો.

ત્યારબાદ મેંદાના મિશ્રણને બરાબર હલાવો. બાદમાં ઘી લગાવેલા કેક પોટમાં મિશ્રણ નાંખી લો પછી તેને ઓવનમાં 40થી 50 મિનિટ સુધી 180 સેન્ટીગ્રેડ તાપમાન પર બેક કરી લો.

બેક થયેલી કેકને ઓવનમાં 10 મિનિટ સુધી રહેવા દો. આઇસિંગ શુગર અને અડધા કપ કોકોને ગ્લાસમાં લઇ તેમાં માખણ, એસેન્સ અને પાઇનેપલનો રસ ભેળવી દો.

કેક ઠંડી થાય એટલે તેની ઉપર આઇસિંગ શુગરનું લેયર લગાવી દો અને તેની ઉપર ચોકલેટ ચિપ્સની મદદથી ડેકોરેશન કરો