Not Set/ ચૈત્રી નવરાત્રીના નવ દિવસ કરો માતાના આ નવ સ્વરૂપની ભક્તિ, જીવનમાં મળશે સુખ સમૃદ્ધિ

અમદાવાદ, આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ ૯ દિવસ દરમિયાન માતાના વિવિધ સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ નવરાત્રી ૨૫ માર્ચ એટલે કે રામનવમી સુધી ચાલશે. વર્ષ દરમ્યાન બે નવરાત્રી આવે છે જેમાં ચૈત્ર નવરાત્રી ચૈત્ર મહિનામાં ઉજવવામાં આવે છે. નવરાત્રી દરમિયાન રોજ માતાના અલગ અલગ સ્વરૂપોની પૂજા થશે. તેમજ ૯ દિવસ અલગ […]

Navratri 2022
mata 1474985571 ચૈત્રી નવરાત્રીના નવ દિવસ કરો માતાના આ નવ સ્વરૂપની ભક્તિ, જીવનમાં મળશે સુખ સમૃદ્ધિ

અમદાવાદ,

આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ ૯ દિવસ દરમિયાન માતાના વિવિધ સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ નવરાત્રી ૨૫ માર્ચ એટલે કે રામનવમી સુધી ચાલશે. વર્ષ દરમ્યાન બે નવરાત્રી આવે છે જેમાં ચૈત્ર નવરાત્રી ચૈત્ર મહિનામાં ઉજવવામાં આવે છે.

નવરાત્રી દરમિયાન રોજ માતાના અલગ અલગ સ્વરૂપોની પૂજા થશે. તેમજ ૯ દિવસ અલગ અલગ ભોગ ચઢાવવામાં આવશે.

Image result for shailputri mata

નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે આવતીકાલે માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે. તેમને ઘીનો ભોગ ચડાવવાથી શરીરના રોગમાંથી મુક્તિ મળે છે.

Image result for brahmacharini mata

નવરાત્રીના બીજા દિવસે માં બ્રહ્મચારિણીની પૂજા થાય છે. આ દિવસે માતા બ્રહ્મચારિણીને સાંકરનો ભોગ ચડાવવાથી આયુષ્યમાં વધારો થાય છે.

Related image

 

નવરાત્રીના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાજીને દૂધ ચડાવવાથી સાંસારીક દુઃખોમાંથી મુક્તિ  મળે છે.

Image result for kushmanda mata

તો ચોથા દિવસે કુષ્માંડા માતાની આરાધના કરવામાં આવે છે. માં કુષ્માંડાને માલપાંઆનો ભોગ ચડાવવાથી શારીરિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે.

Image result for skand mata

પાંચમાં દિવસે સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે. માતા સ્કંદને કેળા અને મગનો ભોગ ચડાવવાથી પરિવારમાં સુખ-શાંતિ રહે છે અને ધનની વર્ષા થાય છે.

Image result for katyayani mata

છઠ્ઠા દિવસે માં કાત્યાનીની માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ દિવસે પ્રસાદમાં મધનો ઉપયોગ કરનાર સાધકને સુંદરતા પ્રાપ્ત થાય છે.

Related image

સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતા કાલરાત્રિને ગોળનો ભોગ લગાવવાથી ગરીબી દૂર થાય છે.

Image result for durga mata

જ્યારે આઠમો દિવસ મહા ગૌરી એટલે કે માતા દુર્ગાને સમર્પિત છે, આ દિવસે માતાને નારીયેળનો ભોગ લગાવવાથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

Related image

નવરાત્રીના  નવમા દિવસે સિદ્ધદાત્રી માતાની પૂજા થાય છે, માતાજીને અલગ અલગ અનાજનો ભોગ લગાવવાથી જીવનમાં સુખ શાંતિ રહે છે.