ભીષણ આગ/ સુરતમાં કારના શો રૂમમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે

સુરતના ઉધના વિસ્તારમાં એક કારના શોરૂમમાં ભીષણ આગ લાગી હતી. ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે

Top Stories Gujarat
13 10 સુરતમાં કારના શો રૂમમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે

Fire at car showroom in Surat   સુરતના ઉધના વિસ્તારમાં એક કારના શોરૂમમાં ભીષણ આગ લાગી હતી. ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.શહેરમાં કારના એક શોરૂમમાં વિકરાળ આગ લાગી હતી. સુરતના ઉધના વિસ્તારના કારના શોરૂમમાં ભીષણ આગ લાગી છે. ઉધના વિસ્તારમાં આવેલા હ્યુન્ડાઇ કંપનીના શો રૂમમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી, હાલ ફાયરબ્રિગેડ આગ પર કાબૂ મેળવી રહ્યા છે. હાલ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આી રહ્યો છે.

કારના શો રૂમમાં વિકરાટ આગ( Fire at car showroom in Surat)
સુરતના ઉધના વિસ્તારના હ્યુન્ડાઇ કંપનીના કારના શો રૂમમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. શોરૂમમાં રહેલા નવા વાહનોમાં આગ લાગી છે. જેના પગલે આજુબાજુના વિસ્તારોને ફાયર દ્વારા ખાલી કરાવવામાં આવ્યો હતો. સુરત ફાયર વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. આગમાં શોરૂમમાં રહેલી અનેક કાર બળીને ખાખ થઇ ગઇ હોવાનું બહાર આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કારના શો રૂમમાં (Fire at car showroom in Surat) ભીષણ આઘ લાગી છે, આગની જાણ ફાયર બ્રિગેડને થતાં તે સત્વરે ટીમના કાફલા સાથે ઘટનાસ્થળ પર પહોંચીને આગને કાબુમા લેવાનો પ્રયાસ કરી રહી છે. આગ એટલી વિકરાળ હોવાથી સમગ્ર વિસ્તારમાં આગના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. હાલ આજુબાજુ વિસ્તારના લોકોને ખસેડવામાં આવી રહ્યા છે. આગમાં કરોડોનો નુકશાન થવાની આશંકા છે.

admitted to hospital/અભિનેતા અનુ કપૂરની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા