Football/ ફિફાની યાદીમાં ભારતના 18 રેફરી, જેમાંથી 4 મહિલા, 14 પુરૂષ

ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) એ ગુરુવારે જાહેરાત કરી હતી કે 2022 માટે FIFA રેફરી ઈન્ટરનેશનલ લિસ્ટમાં 18 ભારતીય રેફરીની પસંદગી કરવામાં આવી છે

World Sports
10 10 ફિફાની યાદીમાં ભારતના 18 રેફરી, જેમાંથી 4 મહિલા, 14 પુરૂષ

ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) એ ગુરુવારે જાહેરાત કરી હતી કે 2022 માટે FIFA રેફરી ઈન્ટરનેશનલ લિસ્ટમાં 18 ભારતીય રેફરીની પસંદગી કરવામાં આવી છે. AIFFએ તેની વેબસાઈટ પર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે યાદીમાં એવા અધિકારીઓનો સમાવેશ થાય છે જેઓ રેફરી અને આસિસ્ટન્ટ રેફરી બનવા માટે લાયક છે.

ઉપરાંત ભરતી કરાયેલા સભ્યો આંતરરાષ્ટ્રીય સ્તરની મેચોમાં રેફરી તરીકે કામ કરવા માટે પાત્ર છે અને તેઓ જે વર્ષ માટે નોંધાયેલા છે તે વર્ષ માટે તેમના ડ્રેસ પર ફિફા બેજ મેળવવા માટે પણ હકદાર છે. વાર્ષિક યાદી ફિફાના સભ્ય દેશો દ્વારા મોકલવામાં આવેલા નોમિનેશનના આધારે તૈયાર કરવામાં આવે છે અને અધિકારીઓએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડે છે.

ભારતમાંથી પસંદ કરાયેલા 18 રેફરીની યાદીમાં ચાર મહિલા (બે રેફરી અને બે આસિસ્ટન્ટ રેફરી) અને 14 પુરુષો (છ રેફરી અને આઠ આસિસ્ટન્ટ રેફરી)નો સમાવેશ થાય છે. પસંદગીના ભારતીય અધિકારીઓની યાદી નીચે મુજબ છે.

પુરુષોના રેફરી: તેજસ નાગવેંકર, શ્રીકૃષ્ણ કોઈમ્બતુર રામાસ્વામી, રોવાન અરુમુઘન, ક્રિસ્ટલ જોન, પ્રાંજલ બેનર્જી, વેંકટેશ રામચંદ્રન.

પુરૂષોના આસિસ્ટન્ટ રેફરી: સુમંથ દત્તા, એન્ટોની અબ્રાહમ, ટોની જોસેફ લુઈસ, વૈરામુથુ પરશુરામન, સમર પાલ, કેનેડી સફામ, અરુણ સસિધરન પિલ્લઈ, અસિત કુમાર સરકાર.

મહિલા રેફરી: રંજીતા દેવી ટેકચમ, કનિકા બર્મન.

મહિલા સહાયક રેફરી: યુવેના ફર્નાન્ડિસ, રિઓલાંગ ધર.