Bollywood/ એશિયાની 50 સેલિબ્રિટીમાં સોનુ સૂદ ટોપ, જાણો ક્યાં કારણોસર મળ્યું આ સન્માન

કોરોના મહામારીના કહેર દરમિયાન લોકોને મદદ કરવા માટે આ વર્ષે ગ્લોબલ એશિયન સેલિબ્રેટી તરીકે સોનુ સૂદની પસંદગી કરવામાં આવી છે આ યાદીમાં પ્રિયંકા ચોપરા, અરમાન મલિક અને અમિતાભ બચ્ચન જેવા કલાકારો સાથે તેમની રેસ હતા.

Entertainment
a 151 એશિયાની 50 સેલિબ્રિટીમાં સોનુ સૂદ ટોપ, જાણો ક્યાં કારણોસર મળ્યું આ સન્માન

કોરોના મહામારીના કહેર દરમિયાન લોકોને મદદ કરવા માટે આ વર્ષે ગ્લોબલ એશિયન સેલિબ્રેટી તરીકે સોનુ સૂદની પસંદગી કરવામાં આવી છે આ યાદીમાં પ્રિયંકા ચોપરા, અરમાન મલિક અને અમિતાભ બચ્ચન જેવા કલાકારો સાથે તેમની રેસ હતા.

જાણકારી મુજબ આ યાદીના માધ્યમથી તે કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા છે જેમણે પોતાના કામથી સમાજમાં સકારાત્મક છાપ છોડી છે અને લોકોને પ્રેરિત કર્યા છે. સન્માન પ્રત્યે આભાર વ્યક્ત કરતા સોનૂ સૂદે કહ્યું કે મારા પ્રયાસોને ઓળખવા માટે ઈર્સ્ટર્ન આઈ, આભાર. જેવી મહામારી આવી મને અહેસાસ તયો કે મારા દેશવાસીઓને મદદ કરી એ મારી ફરજ છે. આ વસ્તું એવી છે જે મારી અંદરથી આવી. જે મે કર્યુ. આ એક ભારતીય તરીકે મારી જવાબદારી હતી અને પોતાના છેલ્લા શ્વાસ સુધી હું નહીં રોકાઉ.

કોરોનાવાયરસમાં જ્યાં દરેક સાવધાનીપૂર્વક તેમના ઘરની સંભાળ લઈ રહ્યા હતા, ત્યાં જ સોનુ સૂદ કોરોના લોકડાઉનથી પીડિત પરપ્રાંતિય મજૂરોની મદદ કરતા જોવા મળ્યા હતા.તેણે ઘણા કામદારો આવા-જવાની વ્યવસ્થા કરી હતી. ત્યાંથી જ તેઓ અટક્યા નહીં.તેઓ વિદેશમાં અટવાઈ લોકોની મદદ કરવાનો પ્રયાસ કર્યો અને તેઓને ભારત આવવાની વ્યવસ્થા કરી આ ઉપરાંત, તેમણે શિક્ષણ, આરોગ્ય અને ગરીબોની સુરક્ષા જેવી બાબતોની પણ કાળજી લીધી હતી.હવે આ બધી બાબતો તેમના પક્ષમાં કામ કરી છે અને તે વૈશ્વિક એશિયન ગ્લોબલ એશિયન સેલિબ્રેટી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

સોનુ સૂદ ગ્લોબલ એશિયન સેલિબ્રેટીમાં પ્રથમ ક્રમે પહોંચ્યા છે. ઈસ્ટર્ન આઈના સંપાદક અસજદ નજીરે યાદી તૈયાર કરી છે. તેમણે કહ્યું કે સૂદ આ સન્માનનો હકદાર છે કેમ કે લોકોડાઉનના સમયે બીજાની મદદ કરવા માટે બીજા કોઈ સેલિબ્રિટિએ આટલું કામ નથી કર્યુ. આ યાદીમાં સામિલ સિનેમા, સંગીત અને ફેશનની દુનિયાથી અન્ય ભારતીય હસ્તિઓ સામિલ છે.

ગ્લોબલ એશિયન સેલિબ્રિટી 2020 ની ટોચની દસ સૂચિ નીચે મુજબ છે: સોનુ સૂદ, લીલ્લી સિંહ, ચાર્લી, દેવ પટેલ, અરમાન મલિક, પ્રિયંકા ચોપરા, પ્રભાસ, મિન્ડી કલિંગ, સુરભી ચાંદના અને કુમારી નાંજિયાની, શહનાઝ ગિલ, અમિતાભ બચ્ચન, પંકજ ત્રિપાઠી, મસાબા ગુપ્તા, ધ્વની ભાનુશાળી, હેલી શાહ અને અનુષ્કા શર્મા જેવા નામ સામેલ છે. સોનુ સૂદ બોલિવૂડ અભિનેતા છે અને તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

બ્લેક બિકીની પહેરી પુલમાં ઉતરી હિના ખાન, અભિનેત્રીની સુંદરતા જોઈ ચાહકો થયા દીવાના

એરિકા ફર્નાન્ડિઝ અને હર્ષદ ચોપડાનું ‘જુદા કર દિયા’ સોંગ રિલીઝ, જુઓ

સુશાંત સિંહ રાજપૂત કેસ : રિયાને ડ્રગ્સ સપ્લાય કરનાર પૈડલરની કરાઈ ધરપકડ, 2.5 કરોડનું મળ્યું ડ્રગ્સ

તમિલ ટીવી અભિનેત્રી વીજે ચિત્રાએ કરી આત્મહત્યા, હોટલના બાથરૂમમાં…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…