વડોદરા/ ફિલ્મ જગતની અભિનેત્રી માધુરી દીક્ષિત ચાંપાનેર- પાવાગઢ ખાતે ડોક્યુમેન્ટરીના શૂટિંગ માટે વડોદરા આવશે

માધુરી દીક્ષિત ત્રણ દિવસો માટે ચાંપાનેર-પાવાગઢ ખાતે આવેલા વર્લ્ડ હેરીટેજમાં સમાવેશ જામા મસ્જીદ, સાત કમાન, વડા તળાવ વિ. જેવા બેનમૂન ઐતિહાસિક

Gujarat
Untitled 290 6 ફિલ્મ જગતની અભિનેત્રી માધુરી દીક્ષિત ચાંપાનેર- પાવાગઢ ખાતે ડોક્યુમેન્ટરીના શૂટિંગ માટે વડોદરા આવશે

ફિલ્મ જગતની સદાબહાર અભિનેત્રી ધક ધક ગર્લ માધુરી દીક્ષિત ચાંપાનેર-પાવાગઢ ખાતે આવેલા બેનમૂન ઐતિહાસિક સ્મારકો ખાતે આવતીકાલે એટલે કે સોમવારની વહેલી સવારથી ત્રણ દિવસો માટે પ્રવાસન ઉદ્યોગના આકર્ષણ માટે શૂટિંગ કરવાના આગમનના આ આનંદમાં આજ સાંજે વડોદરા એરપોર્ટ ઉપર અભિનેત્રી માધુરી દીક્ષિતનું શહેર ભા.જ.પ.સંગઠનના પદાધિકારીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો ;અમદાવાદ / ખેડૂતોને માંડ મળતું યુરિયા ચીરીપાલ ગ્રુપને આ રીતે પધરાવતા હતા…

ગુજરાતમાં અને મુખ્યત્વે ઐતિહાસિક ચાંપાનેર-પાવાગઢ ખાતે આવેલા અમૂલ્ય વારસાનો પ્રવાસન ઉદ્યોગમાં આકર્ષણ સાથે સમાવેશ થાય આ માટે પુરાતત્વ વિભાગ દ્વારા સ્ટીલ એન્ડ સ્ટીલ મીડિયા કલેકટિવ પ્રા.લી. ના સહયોગથી ફિલ્મ જગતની સદાબહાર અભિનેત્રી ધક ધક ગર્લ માધુરી દીક્ષિત પાવાગઢ ખાતે ડોક્યુમેન્ટરી કરવાના શૂટિંગ માટે આજ રોજ પાવાગઢ ખાતે આવનાર હોવાના આગમન સાથે પ્રોડક્શન હાઉસના ઉચ્ચ જવાબદારોએ આજ વહેલી સવારમાં પાવાગઢ પોલીસનો બંદોબસ્ત માટે સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો ;જેતપુર / ૧૦૮ ટીમના કર્મચારીઓની પ્રfમાણિકતા, દર્દીના પરિવારજનોને રોકડ તેમજ મોબાઈલ કર્યા પરત

પરંતુ સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓના રવિવારના રોજ ભારે ઘસારાના બંદોબસ્તના પગલે પાવાગઢ પોલીસ સ્ટેશનના સત્તાધીશોએ પોતાની વહીવટી મુશ્કેલીઓ વ્યક્ત કરીને આવતીકાલે એટલે કે સોમવારના રોજ ડોક્યુમેન્ટરીનું શૂટિંગ કરવામાં આવે અને પૂરતો બંદોબસ્ત આપવાના પંચમહાલ પોલીસ તંત્રના સહયોગ સાથે અભિનેત્રી માધુરી દીક્ષિત ત્રણ દિવસો માટે ચાંપાનેર-પાવાગઢ ખાતે આવેલા વર્લ્ડ હેરીટેજમાં સમાવેશ જામા મસ્જીદ, સાત કમાન, વડા તળાવ વિ. જેવા બેનમૂન ઐતિહાસિક સ્થળોએ પ્રવાસન ક્ષેત્રને ઉત્સાહિત કરવા માટે ડોક્યુમેન્ટરીનું શૂટિંગ કરશે એવું જાણવા મળી રહયુ છે.!!