Bollywood/ ફિલ્મ નિર્માતા કરણ જોહર ફરી વિવાદમાં, દિલ્હી હાઈકોર્ટે આ મામલે મોકલ્યું સમન્સ

દિગ્દર્શક કરણ જોહરની ફિલ્મ ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ પહેલેથી જ વિવાદોમાં છે. સૌપ્રથમ આ ફિલ્મ અંગે ઈન્ડિયન એરફોર્સે પહેલા જ વાંધો ઉઠાવ્યો હતો. હવે ઈન્ડિયન સિંગર રાઈટ એસોસિએશન (ઈસરા)એ ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડેક્શન સામે કેસ દાખલ કર્યો છે.

Entertainment
a 393 ફિલ્મ નિર્માતા કરણ જોહર ફરી વિવાદમાં, દિલ્હી હાઈકોર્ટે આ મામલે મોકલ્યું સમન્સ

બોલીવુડમાં ટોચના ફિલ્મ નિર્માતા એવા કરણ જોહરને ડ્રગ્સ કાંડ મામલે એક વિડીયોને લઈ ચર્ચામાં રહ્યા છે, ત્યારબાદ હવે જોહરની મુશ્કેલીઓમાં વધુ એકવાર વધારો થતો જોવા મળી રહ્યો છે.

હવે એક રિપોર્ટ અનુસાર દિલ્હી હાઈકોર્ટે કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સને ઈસરા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી બાદ સમન્સ જાહેર કર્યું છે. આ મામલાની વાત કરીએ તો, દિગ્દર્શક કરણ જોહરની ફિલ્મ ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ પહેલેથી જ વિવાદોમાં છે. સૌપ્રથમ આ ફિલ્મ અંગે ઈન્ડિયન એરફોર્સે પહેલા જ વાંધો ઉઠાવ્યો હતો. હવે ઈન્ડિયન સિંગર રાઈટ એસોસિએશન (ઈસરા)એ ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડેક્શન સામે કેસ દાખલ કર્યો છે.

गुंजन सक्सेना

ઈસરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લમાં પરર્ફોમન્સનો કમર્શિયલી ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે તેમને રૉયલ્ટી મળી જોઈએ. આ સાથે બાર એન્ડ બેન્ચના સિંગર એસોસિએશનનું કહેવું છે કે, ફિલ્મ ‘રામ લખન’નું ગીત ‘એ જી ઓ જી’, ફિલ્મ ‘ખલનાયક’નું ગીત ‘ચોલી કે પીછે ક્યા હૈ’ અને ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’નું ગીત ‘સાજન જી ઘર આયે’ ગીતનો કમર્શિયલી ઉપયોગ કરવામાં આવ્યો છે.

गुंजन सक्सेना- द कारगिल गर्ल

જો કે આ વિવાદ સામે આવ્યા બાદ , બચાવ પક્ષે કહ્યું કે, ‘આ પ્રદર્શન લાઈવ નહીં હતું. આને કારણે તેમાં કોઈ રોયલ્ટીનો કોઈ મામલો નથી.’ એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું ગીતનું લાઈસન્સ મ્યૂઝિક કંપની પાસેથી લેવામાં આવ્યું હતું. તેની આગામી સુનાવણી 21 માર્ચે નક્કી કરવામાં આવી છે.

करण जौहर

આપને જણાવી દઈએ કે, ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લમાં ફિલ્મ અભિનેત્રી જાન્હવી કપૂરની મહત્વની ભૂમિકામાં હતી. તેમાં પંકજ ત્રિપાઠી અને અંગદ બેદી પણ હતા અને ફિલ્મ ભારતની પહેલી ઈન્ડિયન એરફોર્સ પાઈલટની વાર્તા પર આધારિત છે.

गुंजन सक्सेना- द कारगिल गर्ल

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…