Bollywood/ ફિલ્મ પ્રોડ્યુસર વિજય ગલાનીનું નિધન, ‘સૂર્યવંશી’, ‘વીર’ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું

વિજય ગલાની ખૂબ જ સફળ નિર્માતા હતા, જેઓ બોલિવૂડના બિઝનેસ મોડલને જાણતા હતા.

Top Stories Entertainment
Untitled 87 11 ફિલ્મ પ્રોડ્યુસર વિજય ગલાનીનું નિધન, 'સૂર્યવંશી', 'વીર' જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું

ફિલ્મ નિર્માતા વિજય ગલાનીનું નિધન થયું છે,તેમણે લંડનમાં અંતિમ શ્વાસ લીધા. મળતી માહિતી મુજબ તેઓ કેન્સર સામે લડી રહ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ લંડનની આ જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. વિજય ગલાનીએ સલમાન ખાન, અક્ષય કુમાર, બોબી દેઓલ અને ગોવિંદા જેવા કલાકારો સાથે અડધો ડઝન જેટલી ફિલ્મો કરી.

આ  પણ વાંચો:Cricket / રિટાયર્ડ થઉ તે પહેલા ભારતમાં જઇને આ કામ કરવા માંગુ છું : ડેવિડ વોર્નર

વિજય ગલાની ખૂબ જ સફળ નિર્માતા હતા, જેઓ બોલિવૂડના બિઝનેસ મોડલને જાણતા હતા. ગલાની ઘણા અગ્રણી કલાકારોની પણ ખૂબ નજીક હતા. નિર્માતા તરીકે વિજયની ફિલ્મોગ્રાફીમાં સૂર્યવંશી (1992), અચાનક (1998)નો સમાવેશ થાય છે. તેણે વર્ષ 2001માં ‘અજનબી’નું નિર્માણ પણ કર્યું હતું, જેમાં અક્ષય કુમાર, બોબી દેઓલ, કરીના કપૂર ખાન અને બિપાશા બાસુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

આ પણ  વાંચો:ખુલાસો / ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પાર્ટનર જ્યોર્જીના રોડ્રિગ્ઝ OTT પ્લેટફોર્મ પર ખોલશે જીવનનાં ઘણા રહસ્ય

મહત્વનુ છે કે વિજય ગલાની છેલ્લા ત્રણ મહિનામાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે તેમના પરિવાર સાથે લંડન ગયા હતા. થોડા મહિના પહેલા જ તેને ખબર પડી કે તે પોતે પણ કેન્સરથી પીડિત છે. વિજયના નિધનના સમાચાર આવ્યા બાદ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. તેમના નિધન પર સેલેબ્સ શોક વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો:Tips / આ ટીપ્સ સારા ટમેટા પસંદ કરવામાં કરશે તમારી મદદ