IND vs ENG/ અંતિમ અને નિર્ણાયક મેચ આજે, પાછલી મેચની ભૂલ સુધારવા ઉતરશે ટીમ ઈન્ડિયા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રવિવારે એટલે કે આજે પુણેમાં રમાશે. આજે વિજેતા ટીમ સિરીઝને કબજે કરશે.

Sports
Untitled 100 અંતિમ અને નિર્ણાયક મેચ આજે, પાછલી મેચની ભૂલ સુધારવા ઉતરશે ટીમ ઈન્ડિયા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રવિવારે એટલે કે આજે પુણેમાં રમાશે. આજે વિજેતા ટીમ સિરીઝને કબજે કરશે. અત્યાર સુધી રમાયેલી બે મેચોમાં બંને ટીમો એક-એક મેચ જીતી ચૂકી છે. ભારતે સિરીઝની શરૂઆત જીત સાથે કરી હતી. તેણે ઈંગ્લેન્ડને 66 રનથી હરાવ્યું હતું. આ પછી, ઈંગ્લેન્ડે બીજી મેચમાં વાપસી કરી હતી અને કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને 6 વિકેટે હરાવી હતી.

Untitled 101 અંતિમ અને નિર્ણાયક મેચ આજે, પાછલી મેચની ભૂલ સુધારવા ઉતરશે ટીમ ઈન્ડિયા

‘સિંહ’ ગર્જના / સચિન તેંડુલકરને કોરોના થવા પર કેવિન પીટરસને માર્યો ટોણો, યુવરાજ સિંહે આપ્યો જવાબ

ટેસ્ટ અને ટી-20 સિરીઝ જીત્યા બાદ ભારત આજની મેચ જીતીને વન ડે સિરીઝ પર કબજે કરવા મેદાને ઉતરશે. જો કે, આ માટે ભારતીય ટીમે અંતિમ મેચની ભૂલોથી શીખવું પડશે અને મેદાન પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવુ પડશે. બીજી વનડેમાં મોંઘા સાબિત થયેલા સ્પિનર ​​કુલદીપ યાદવને છેલ્લી મેચમાં બહાર બેસવું પડી શકે તેવુ લાગી રહ્યુ છે.

Untitled 102 અંતિમ અને નિર્ણાયક મેચ આજે, પાછલી મેચની ભૂલ સુધારવા ઉતરશે ટીમ ઈન્ડિયા

હાર પર રાર / હાર્દિક પાસે બોલિંગ ન કરાવવાના કોહલીના નિર્ણય પર વીરેન્દ્ર સહેવાગે ઉઠાવ્યા સવાલ, જવાબથી સંતુષ્ટ નહીં

સિરીઝની નિર્ણાયક મેચમાં કેપ્ટન વિરાટ કોહલી યુઝવેન્દ્ર ચહલ પર ભરોસો રાખી શકે છે. જો કે હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કરવા પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. તે બેટ્સમેન તરીકે રમી રહ્યો છે, જેના કારણે ટીમમાં પાંચમો બોલર ખૂટે છે. ટીમ મેનેજમેન્ટે પણ છેલ્લી મેચમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને મેદાનમાં ઉતારવા મજબૂર પડી શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ