Not Set/ આર્થિક કંગાળ પાકિસ્તાને અંતે આતંકનાં આકાઓ વિરૂધ પગલા ભરવાનું શરૂ કર્યું

ફેબ્રુઆરીમાં FATF દ્રારા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય આર્થિક માપદંડનાં ગ્રે-લીસ્ટમાં જ રાખવામાં આવ્યું. કારણ હતું કે પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદ, જમાત-ઉદ્દ-દાવા અને લશ્કર-એ-તોઇબા જેવા આતંકવાદી સંગઠનોને મળતી નાણાંકીય સહાયો રોકવામાં નિષ્ફળ ગયું. તો સાથે સાથે ભારત દ્રારા આતંક રાષ્ટ્રીય સ્થર પર પાકને આતંકીનાં હમરાહ તરીકે વરંવાર ઉધાડું પાડી એક પ્રકારનું સખ્ત ડિપ્લોમેટીક પ્રેસર પણ ઉભું કરવામાં આવ્યું છે. ચીન અને […]

Top Stories World
Abdul Rehman Makki આર્થિક કંગાળ પાકિસ્તાને અંતે આતંકનાં આકાઓ વિરૂધ પગલા ભરવાનું શરૂ કર્યું

ફેબ્રુઆરીમાં FATF દ્રારા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય આર્થિક માપદંડનાં ગ્રે-લીસ્ટમાં જ રાખવામાં આવ્યું. કારણ હતું કે પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદ, જમાત-ઉદ્દ-દાવા અને લશ્કર-એ-તોઇબા જેવા આતંકવાદી સંગઠનોને મળતી નાણાંકીય સહાયો રોકવામાં નિષ્ફળ ગયું. તો સાથે સાથે ભારત દ્રારા આતંક રાષ્ટ્રીય સ્થર પર પાકને આતંકીનાં હમરાહ તરીકે વરંવાર ઉધાડું પાડી એક પ્રકારનું સખ્ત ડિપ્લોમેટીક પ્રેસર પણ ઉભું કરવામાં આવ્યું છે. ચીન અને મુસ્લિમ રાષ્ટ્રો જેવા પાકિસ્તાનનાં મિત્ર રાષ્ટ્રો પણ આતંકવાદ મામલે ભારત સાથે હોવાની અને પાકને સાનમાં સમજી જવાની જ્યારે સલાહ આપી રહ્યા છે ત્યારે પાકિસ્તાને હવે આતંકવાદ અને આતંકનાં આકાઓ વિરૂધ કર્યવાહી કરવી જ રહી તેમા બે મત નથી.
MAKKI1 આર્થિક કંગાળ પાકિસ્તાને અંતે આતંકનાં આકાઓ વિરૂધ પગલા ભરવાનું શરૂ કર્યું

પાકિસ્તાન પોતાની પરિસ્થિતિ પામી ગયું હોય તેમ, મુંબઈ આતંકી હુમલાનાં મુખ્ય ભેજા બાજ અને હુમલાની જવાબદારી સ્વીકારનાર પ્રતિબંધિત આતંકી સંગઠન જમાત-ઉલ-દાવાનાં સ્થાપક આતંકી હાફિઝ સઈદનાં સાળાની આંતે પાકિસ્તાન સરકરા દ્રારા ધરપકડ કરવામાં આવી છે. જોકે પાકિસ્તાન સરકારે હાફિઝનાં સાળાને પાક સરકારની નિંદા અને સરકાર વિરૂધ દ્વેષયુક્ત ભાષણ કરવાનાં આરોપમાં ધરપકડ કરી છે.

MA આર્થિક કંગાળ પાકિસ્તાને અંતે આતંકનાં આકાઓ વિરૂધ પગલા ભરવાનું શરૂ કર્યું

અબ્દુલ રહેમાન મક્કી, જમાત-ઉદ-દાવાનો રાજકીય અને આંતરરાષ્ટ્રીય બાબતોની પાંખનો અધ્યક્ષ છે. અને ફલાહ-એ-ઇન્સાનિયાત નામક સંગઠનનો ચેરમેન છે. પાકિસ્તાનનાં આંતરિક મંત્રાલયનાં હવાલા સાથેનાં એક ન્યૂઝ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, પાક સરકારની ગેરકાયદે સંગઠનો વિરુદ્ધની કાર્યવાહી દરમિયાન મક્કીને ધરપકડ કરવામાં આવી છે.  પંજાબ પ્રાંતના પોલીસ અધિકારીનું કહેવું છે કે માક્કીને જાહેર ઓર્ડર એક્ટની જાળવણી હેઠળ ધરપકડ કરવામાં આવી છે. મક્કી સામે પાક સરકારની ટીકા કરવાનાં અને ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની માર્ગદર્શિકાનાં ભંગ બદલ દંડવામાં આવ્યો છે.

થોડા સમય પૂર્વે જ પાકિસ્તાન સરકારે આવા 11 જેટલા આતંકી પ્રવૃતી કરતા સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો હતા અને તાજેતરમાં જ સરકારે જાહેરાત કરી છે કે આવા તમામ પ્રતિબંધિત સંગઠનો દ્રારા ચલાવવામાં આવતા 30 હજારથી વધુ મદરસાઓને સરકારના નિયંત્રણ હેઠળ લાવવામાં આવ્યા છે. દુનિયા બરાબર જાણે છે કે લશ્કર-એ-તોઇબા, જમાત ઉદ-દાવા અને ફલાહ-એ-ઇનેરિટી ફાઉન્ડેશનનું લક્ષ્ય નાણાં એકત્ર કરવું, આતંકી નેટવર્ક અને સ્લીપર સેલ ઉભા કરવા, બનાવવું અને યુવાનોને આતંકવાદમાં જોડાવવા માટે પ્રોત્સાહિત કરી તેને ટ્રેનિંગ આપી આતંકનાં ઓથારમાં જોકી દોવાનું કામ કરી રહ્યા છે.