Vaccination/ કોરોના રસીકરણ અભિયાનનાં પ્રથમ દિવસે જાણો કેટલા લોકોને અપાઇ રસી?

કોરોના વાયરસ સામે વિશ્વનાં સૌથી મોટા રસીકરણ અભિયાનનાં પ્રથમ દિવસે શનિવારે દેશમાં કુલ 1,91,181 લોકોને રસી આપવામાં આવી હતી. આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપી છે….

India
sssss 45 કોરોના રસીકરણ અભિયાનનાં પ્રથમ દિવસે જાણો કેટલા લોકોને અપાઇ રસી?

કોરોના વાયરસ સામે વિશ્વનાં સૌથી મોટા રસીકરણ અભિયાનનાં પ્રથમ દિવસે શનિવારે દેશમાં કુલ 1,91,181 લોકોને રસી આપવામાં આવી હતી. આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપી છે. આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસ રોગચાળા સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વનાં સૌથી મોટા રસીકરણ અભિયાનનાં ભાગરૂપે શનિવારે પ્રથમ તબક્કામાં ભારતમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ આરોગ્ય કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. મહત્તમ રસી આપવામાં આવે છે તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, 3,351 કેન્દ્રો રસીકરણ માટે બનાવવામાં આવ્યા હતા. આ રસીકરણ કેન્દ્રો પર 16,755 લોકો ફરજ પર હતા. મંત્રાલય અનુસાર, રસી લીધા પછી કોઈને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી. બીજી તરફ, રસીકરણ બાદ આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં આરોગ્ય પ્રધાન સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આગામી સમયમાં દરેક રસી કેન્દ્રમાં રસી લેનારાઓની સંખ્યામાં વધારો કરવામાં આવશે. ભારતમાં અંદાજે 1 કરોડ લોકોને સંક્રમિત થવા અને 1.5 લાખ લોકોનાં મોત બાદ ભારતને કોવિશિલ્ડ અને કોવેક્સીન રસીકરણની સાથે મહામારીને માત આપવા માટે પહેલુ પગથિયું માડ્યું છે અને દેશભરનાં આરોગ્ય કેન્દ્રો પર રસીકરણ કરવામાં આવી રહ્યુ છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, બિહારમાં 16 હજાર 401 લોકોને, દિલ્હીમાં 3403, ગુજરાતમાં 8557 લોકોને રસી આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો અહીં કોરોનાથી 15 હજાર 975 લોકોને રસી આપવામાં આવી છે. પ્રથમ દિવસે આસામમાં 65 રસીકરણ કેન્દ્રો, બિહારમાં 301, દિલ્હીમાં 81, હરિયાણામાં 77, કર્ણાટકમાં 242, મહારાષ્ટ્રમાં 285, ઓડિશામાં 181, રાજસ્થાનમાં 167, તમિલનાડુમાં 160, તેલંગાણામાં 140 અને યુપીમાં 370 રસીકરણ કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. કો-વિન એપ્લિકેશન અંગે આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, લાભકર્તાની સૂચિ સાઇટ પર અપલોડ કરવામાં વિલંબ થયો. કેટલાક કેન્દ્રો પર રસીકરણની ગતિ વધારવામાં આવી હતી, જે લોકોનું નામ સૂચિમાં નથી, તેઓને પણ રસી આપવામાં આવી હતી. બાદમાં તેમનો ડેટા સાઇટ પર અપલોડ કરવામાં આવશે.

આરોગ્ય વર્કર્સ તેમજ એઈમ્સ દિલ્હીનાં ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા, નીતિ આયોગનાં સભ્ય વી.કે.પોલ, ભાજપનાં સાંસદ મહેશ શર્મા અને પશ્ચિમ બંગાળનાં મંત્રી નિર્મલ માજી એવા લોકો સામેલ છે જેમને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. પોલ કોવિડ-19 મહામારીથી લડવા માટેનાં તબીબી ઉપકરણો અને રોગચાળા સાથે સંકળાયેલા મેનેજમેન્ટનાં અધિકાર જૂથનાં વડા પણ છે. આપને જણાવી દઇએ કે, અભિયાનની શરૂઆત પહેલાં રાષ્ટ્રને સંબોધન કરતા વડા પ્રધાને કહ્યું કે, રસીનાં બે ડોઝ લેવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેની વચ્ચે લગભગ એક મહિનાનો અંતર હોવો જોઈએ. રસી લીધા પછી પણ તેમણે લોકોને કોરોના સંબંધિત તમામ માર્ગદર્શિકાને અનુસરવા વિનંતી કરી અને ‘દવા પણ કઠોરતા પણ’ નો મંત્ર આપ્યો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો