Republic day/ જાણો 26 જાન્યુઆરીનાં દિવસે દિલ્હીમાં કેટલી છે સુરક્ષાઓ

દિલ્હીના રાજપથ પર આજે પરેડ થઈ છે. સાથે જ દિલ્હી ખાતે ખેડૂતોની ટ્રેકટર રેલી પણ યોજાઈ છે…..

India
s 10 જાણો 26 જાન્યુઆરીનાં દિવસે દિલ્હીમાં કેટલી છે સુરક્ષાઓ

દિલ્હીના રાજપથ પર આજે પરેડ થઈ છે. સાથે જ દિલ્હી ખાતે ખેડૂતોની ટ્રેકટર રેલી પણ યોજાઈ છે. આવામાં દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓના સામે આજ કેટલીક ચેલેન્જ છે.

ગણતંત્ર દિવસે દિલ્હી સહિત સમર્ગ દેશના અલગ અલગ હિસ્સાઓ માંથી સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવામાં આવી છે.દિલ્હીમાં આજે રાજપથ પર આજે સવારથી પરેડ નિકરવાની છે. સાથે જ દિલ્હીની સીમાઓ પર ખેડૂતો દ્વારા ટ્રેકટર રેલી પણ નિકરવાની હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

જાણો દિલ્હીમાં આજે પોલીસ અને સુરક્ષા એજન્સીઓનો બંદોબસ્ત

રાજપથની આસપાસ 6 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. જે દરેક હિલ ચાલ પર બાજ નજર રાખશે. દિલ્હીની સીમાઓ પર અને દરેક વિસ્તારમાં પણ હજારો જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. દિલ્હીમાં રાજપથની આજુબાજુ કેટલીક જગ્યાઓ પર 140થી પણ વધારે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. સાથે જ ફેશીઅલ રેકીગ્નેશન સિસ્ટમ પણ લગાડવામાં આવી છે. જેમાં 50 હજારથી પણ વધુ સંદિગંધોનો ડેટા પણ છે. જો કોઈ વ્યકિત સંદિગ્ધ હરકત કરતો પકડાશે તો પોલીસ દ્વારા તરત જ તે વ્યકિતની ઓરખ થઈ જશે.

રાજપથ પર પરેડ યોજાતા સ્થરે દરેક વ્યકિતનું ચેકીંગ કરવામાં આવશે. ચેકીંગ કરતા જવાનો પીપીઇ કિટમાં તૈનાત હશે સાથે જ પરેડમાં ભાગ લેતા લોકોને માસ્ક અને બીજી કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરવા માટે સતત દયાન દોરવામાં આવશે. રાજપથના 8 કિમીના આસપાસના વિસ્તારોમાં કેટલીક મોટી ઇમારતો પર શાર્પ સુટરને પણ તૈનાત કરવામાં આવ્યા છે. જે દરેકની હિલચાલ પર બાજ નજર રાખશે. દિલ્હીમાં આજે રાજપથની પરેડની સાથે ખેડૂતોની પણ ટ્રેકટર રેલી છે. આવા સંજોગોમાં આખા દિલ્હી શહેરને પાંચ લેયરની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે દિલ્હી બોર્ડરથી શરૂ થઈને રાજપથ સુધી કવર થશે.

26મી જાન્યુઆરીએ યોજાતી પરેડમાં આ વર્ષે કોરોનાનો ગ્રહણ છે જેથી આ વર્ષે રાજપથ પર નીકળતી પરેડમાં 25 હજાર લોકોનો જ સમાવેશ થશે. દર વર્ષે આ પરેડમાં દર્શકોની સંખ્યા 1 લાખથી પણ ઉપર હોય છે. કોરોના મહામારીના કારણે આ વર્ષે પરેડનો રૂટ નાનો કરવામાં આવ્યો છે. પહેલા દર વર્ષે આ પરેડ દિલ્હી લાલ કિલ્લા સુધી જતી હતી. પરંતુ આ વર્ષે નેશનલ સ્ટેડિયમ સુધી જ જશે.

Republic day / તિરંગો ફરકાવવાનાં છે કેટલાક નિયમો, જાણો નહીંતર થશે સજા

Republic day / PM મોદીએ જામનગરની વિશેષ પાઘડી પહેરી, જાણો શું છે તેની પાછળની વાર્તા?

કૃષિ આંદોલન / ખેડૂત ટ્રેક્ટર રેલીમાં ચિલ્લા બોર્ડર પર સ્ટંટ કરતી વખતે ટ્રેકટર પલટ્યું,

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો